દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનની લહેર હવે ખતમ થવાના આરે
કેપટાઉન, વિશ્વભરમાં કોરાના વાઈરસનો નવા વેરિઅન્ટ ઓમિક્રોન હાલ તબાહી મચાવી રહ્યો છે. ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો. પરંતુ હાલ ત્યાં સ્થિતિ સુધરી રહી હોય તેવું લાગી રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં દરરોજ કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.
જે સમગ્ર વિશ્વ માટે સારા સમાચાર છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝના ડેટા દર્શાવે છે કે છેલ્લા ૨૩ કલાકમાં ૮૫૧૫ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગત સોમવારે આ આંકડો ૧૩,૯૯૨ હતો.
ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ પોઝિટિવ કેસમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. આ સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સોમવારે માત્ર ૩૨૩ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આના કારણે ઓમિક્રોન તરફથી બાકીના વિશ્વ માટે રાહત મળવાની આશા વધી ગઈ છે.
કોરોના વાઈરસનો આ નવો પ્રકાર ડેલ્ટા કરતાં વધુ ઝડપથી ફેલાતો હોવાનંુ કહેવાય છે. દક્ષિણ આફ્રિકામાં તેનો પ્રથમ કેસ જાેવા મળ્યો હોવાથી, વિશ્વભરના વૈજ્ઞાનિકો આ દેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જાે કે, ઘણા લોકોએ ચેતવણી આપી છે કે દેશના અલગ-અલગ સંજાેગોને કારણે આ મામલે અન્ય કોઈ દેશ સાથે તેની સરખામણી કરવી મુશ્કેલ બની શકે છે.
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના શરૂઆતના સમયે ત્યાંના ડોક્ટરોએ કહ્યું હતું કે દેશમાં તેની અસર ડેલ્ટા વેરિએન્ટ જેવી નહીં હોય તે હવે ચર્ચાસ્પદ છે કે શું ઓમિક્રોન ખરેખર વધુ ખતરનાક નથી અથવા તે આફ્કિરન લોકોની રોગપ્રતિકારક શક્તિને કારણે છે.
જેમણે માત્ર એક મહિના પહેલાં ડેલ્ટા વેરિઅન્ટનો સામનો કર્યાે હતો. આફ્રિકાએ યુકે પર ઓમિક્રોન માટેના ખતરાને અતિશિયોક્તિ કરવાનો આરોપ પણ મૂક્યો છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે ઓમિક્રોનથી દરરોજ ૬૦૦૦ મૃત્યુ થશે.