દક્ષિણ કન્નડના કેટલાક ગામડામાં સંપૂર્ણ લોકડાઉન
બેંગ્લુરૂ: દેશમાં આ વખતે કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયંકર જાેવા મળી હતી .જેમાં ઘણા લોકો કોરોના સંક્રમિત થયા હતા અને મૃત્યુ પામ્યા હતા . વધતા જતા કેસો ને લીધે દેશના અમુક રાજયોમાં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું .જાેકે હવે કેસો ઘટતા અમુક રાજ્યોને અનલોક કરવામાં આવી રહ્યું છે . ત્યારે હજુ પણ કર્ણાટકમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. સંક્રમણ પર રોક લગાવવા દક્ષિણ કન્નડના કેટલાક ગામડામાં સંપૂર્ણ લોકડાઉન લગાવાયું છે.
દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશ્નર ડો. રાજેન્દ્ર કે વીએ ૧૮ ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ ૨૧ જૂન સુધી લાગુ રહેશે. હાલ દેશમાં એક્ટિસની બાબતે કર્ણાટક મોખરે છે, કર્ણાટકમાં હાલ ૧,૮૦,૮૫૬ એક્ટિવ કેસ છે. જ્યારે ૨૫,૫૧,૩૬૫ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૩૨,૯૧૩ લોકોના કોરોનાથી મોત થયા છે.