દક્ષિણ પૈગોંગની એક મોટી ચોટી પર ભારતીય સૈનીકોએ કબજો કર્યો
સૈનિકો ચીનના ઇરાદાને પહેલાથી જ સમજી ગયા હતાં અને આજ કારણ છે કે સમય ગુમાવ્યા વગર ચીનની સેનાના બદઇરાદાઓને ધ્વસ્ત કરી દીધા |
નવીદિલ્હી, લદ્દાખમાં ૨૯-૩૦ની રાતે સેનાએ ચીનના કાવતરાને નિષ્ફળ બનાવી દીધો ભારતીય સેનાએ પાૈંગોંગ ઝીલના દક્ષિણ ભાગમાં હાજર એક મહત્વપૂર્ણ ચોટી પર કબજાે કરી લીધો આ ચોટી રણનીકિર પીકે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી એ અહીંથી ચીની સૈનિક કેટલાક મીટરના અંંતર પર છે.પૈંગોંગ ઝીલના દક્ષિણી ભાગમાં આવેલ આ ચોટી પર ચીન કબજાે કરવા માંગતુ હતું કારણ કે આ રણનીતિક રીતે ખુબ મહત્વનું માનવામાં આવે છે આ પહાજી ભારતીય સીમામાં છે રવિવાર અને સોમવારની રાતે ચીની સૈનિકોએ તેના પર કબજાે કરવાનું કાવતરૂ રચ્યું હતું પરંતુ ભારતીય સેનાએ ફકત તેમને ભગાડી મુકયા એટલું જ નહીં પરંતુ આ સમગ્ર ચોટી પર કબજાે કરી તિરંગો લહેરાવી દીધો આ પૈંગોંગ ઝીલની નજીક ઠાકુંગ વિસ્તાર છે હવે આ રણનીતિક રીતે ભારતીય સેના અહીં ફાયદામાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ૨૯-૩૦ની રાતે ભારતી ચીનની સેના જે આમને સામે આવ્યા તેમાં સૌથી મોટો ફલેશ પોઇન્ટ છે બ્લેક ટોપ ચીનની પીએલએ ચુશુલ સેકટરમાં બ્લેક ટોપ પર કબજાે ઇચ્છતો હતો જેથી ભારતીય પોસ્ટ પર દેખરેખ રાખી શકે મોટી સંખ્યામાં આસપાસના પોસ્ટથી જવાનોને એકત્રિત કરવામાં આવ્યા અને ચીનના ઇરાદાને નિષ્ફળ કરી દેવામાં આવ્યો બ્લેકપોસ્ટ એલએસી પર ભારતના નિયંત્રણ વાળા વિસ્તારમાં આવે છે હવે બ્લેક પોસ્ટ પર ભારતીય સેનાનો કબજાે છે.
પૈંગૈંગ ત્સોના દક્ષિણી કિનારા પર હવે ભારતીય રણનીતિક રીતે એડવાંટેજમાં છે. ચુશુલના રેજાંગ લા અને રિકિન લામાં સેનાના વધારાના જવાન તહેનાત કરવામાં આવ્યા છે જેથી ચીન કોઇ દુસ્સાહસ ન કરે ભારતે ચુશુલની પોસ્ટ પર ટી ૯૦ ટૈંકના રેજિમેંટની તહેનાતી કરી છે જેથી ચીનના કોઇ પણ નાપાક ઇરાદાને નિષ્ફળ કરી શકાય વર્તમાન ઘટનામાં એ પણ જાેઇ શકાય છે કે અત્યાર સુધી ચીનની સાથે પૈંગૈગ સો ઝીલના ઉત્તરી કિનારે મુશ્કેલી હતી તો પછી હવે પીએલએને પૈંગૈંગ સોમાં દક્ષિણ છેડામાં આ હરકત કેમ કરી જાહેર છે કે આ ઘટના પીએલએની ઇચ્છા પર મોટા સવાલ ઉભો કરે છે પાંચ દૌરની લેફિટનેંટ જનરલ સ્તરની વાતચીત અત્યાર સુધી થઇ ચુકી છે આમ છતાં તેની ચીન યથાસ્થિતિમાં પરિવર્તન કરવા ઇચ્છે છે ભારતની જમીન પર કબજાે કરવાઇચ્છે આ સીધે રીતે તનાવના એસ્કેલેશન છે.
સુત્રોના દાવો છે કે બંન્ને દેશો વચ્ચે સ્થિતિ વધુ તણાવપૂર્ણ થવાની આશંકા છે બંન્ને દેશોની વચ્ચે પહેલીવાર ગલવાન ઘાટીમાં ૧૫ જુને એક હિંસક ધર્ષણ થયું હતું જેમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતાં ચીને પોતાના હતાહત થયેલા સૈનિકોની કોઇ માહિતી આપી ન હતી પરંતુ અમેરિકન ઇન્ટેલિજન્સીના રિપોર્ટ મુજબ ચીનના ૩૫ સૈનિક હતાહત થયા હતાં ભારત અને ચીનને છેલ્લા અઢી મહિનામાં અનેક સ્તરની સૈન્ય ડેપિલોમેટિક વાતચીત કરી છે પરંતુ પૂર્વ લદ્દાખ મામલે કોઇ યોગ્ય સમાધાન નથી શોઘી શકાયું. ભારતીય સેનાનું કહેવુ છે કે સૈનિકો ચીનના ઇરાદાને પહેલાથી જ સમજી ગયા હતાં અને આજ કારણ છે કે ભારતીય સૈનિકોએ સમય ગુમાવ્યા વગર ચીનની સેનાના બદઇરાદાઓને ધ્વસ્ત કરી દીધા.HS