દક્ષિણ ભારતમાં આતંકી હુમલાના ઇનપુટ: કેરળ હાઇએલર્ટ
લેફ્ટનન્ટ જનરલ એસ.કે.સૈનીએ તેમને મળેલા ઇનપુટ પ્રમાણે દક્ષિણ ભારતના વિસ્તારમાં આતંકીઓ હુમલો કરી શકે છે. આધારે આર્મી ચોક્કસ છે કે આ તત્વોને તેમના અંજામ સુધી પહોંચતા રોકવામાં આવે. થોડા દિવસો પહેલા સરક્રિક પાસે બિનવારસી હોડીઓ પણ મળી આવી હતી. આર્મીના ઇનપુટ અંગેના મેસેજ બાદ કેરળના ડીજીપી લોકનાથ બેહેરાએ કહ્યું હતું કે કેરળને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે અને પોલીસને સાર્વજનિક સ્થળોએ ચોકસાઇ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ સૈની જે બિનવારસી બોટની વાત કરી રહ્યા હતા તે કચ્છના સરક્રિક વિસ્તાર પાસેના હરામીનાળા પાસેથી મળી હતી. 24 ઓગષ્ટના શનિવારે બિનવારસી બોટ મળી હતી જેનો બીએસએફના જવાનોએ કબજો લીધો હતો.
Lt Gen S K Saini, GOC-in-C, Army Southern Command: We've inputs that there may be a terrorist attack in southern part of India. Some abandoned boats have been recovered from Sir Creek. We're taking precautions to ensure that designs of inimical elements & terrorists are stalled. pic.twitter.com/p2gs24pAN8
— ANI (@ANI) September 9, 2019