દક્ષિણ ભારતમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન

નવીદિલ્હી, આ વર્ષે પણ ગરમી રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. રાજસ્થાનના ચૂરુમાં સર્વાધિક તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયલ નોંધવામાં આવ્યુ હતુ. આ રીતે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં ગરમીનો કહેર ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં લો પ્રેશર બનવુ શરૂ થઈ ગયુ છે. એવામાં દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદનુ અનુમાન છે. જે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભીષણ ગરમીથી રાહત અપાવશે. આ સાથે ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે.ગતિ હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ અરબ સાગરમાં બે લો પ્રેશન એરિયા બની શકે છે. જેમાં એક દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય ભાગમાં છે જ્યારે બીજો પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં છે.
આ લો પ્રેશર એરિયા પ્રી મોનસુન એરિયા પ્રી મોનસુનને વધુ ગતિ આપશે. આ સાથે જ કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આૅથોરિટીએ સમુદ્રમાં બધી ગતિવિધિઓ પર રોક લગાવી દીધી છે. સાથે જ જે માછીમારો સમુદ્રમાં છે તેમને પણ પાછા આવવા માટે કહેવામાં આવ્યુ છે. હવામાન વિભાગે માછીમારોને ૩૧ મેથી ૪ જૂન સુધી સમુદ્રમાં નહિ જવાની સલાહ આપી છે.હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય કેરળમાં આગલા ચાર દિવસો માટે યલો એલર્ટ જારી કર્યુ છે. આ સાથે જ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિઝનમમાં અરબ સાગરની ઉપર આ પહેલુ ઓછા દબાણવાળુ ક્ષેત્ર હશે.
કેરળ ઉપરાંંત ૩૦-૩૧ મેના રોજ કર્ણાટક અને તેલંગાનામાં પણ વરસાદની સંભાવના છે. વળી, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં આ સપ્તાહે વરસાદની આશા નથી. ઉત્તર ભારતમાં પણ ગરમીથી રાહત હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીરની આસપાસ પહોંચશે. ત્યારબાદ પહાડી ક્ષેત્રોમાં વરસાદનુ અનુમાન છે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર પાસે પંજાબ અને હરિયાણામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.