Western Times News

Gujarati News

દક્ષિણ મુંબઈના વાલકેશ્વરમાં રસ્તા વચ્ચે ગાડી પલટી

મુંબઈ: રસ્તા પર જ્યારે પણ અકસ્માત સર્જાય ત્યારે લોકોની ભીડ એકઠી થઈ જાય છે. કેટલાંક લોકો માત્ર ઘટના શું બની તે જાણવા માટે જ આવતા હોય છે. ત્યારે મુંબઈમાં રસ્તા વચ્ચે પલટી ગયેલી એક ગાડીને વ્યવસ્થિત કરવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. દક્ષિણ મુંબઈના વાલકેશ્વરમાં રસ્તા વચ્ચે એક ગાડી પલટી ગઈ હતી. ત્યારે મદદ માટે આસપાસના લોકો દોડી આવ્યા

ભેગા થઈને રસ્તા વચ્ચે પલટી ગયેલી આ ગાડીને સીધી કરી દીધી. હવે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ જાેઈને પબ્લિક કહી રહી છે કે ‘આ છે મુંબઈ મારી જાન આ વિડીયોમાં જાેઈ શકો છો કે ૧૦થી ૧૫ લોકો પોલીસ સાથે મળીને રોડ પર ઊંધી પડી ગયેલી ગાડીને સીધી કરે છે.

આ વિડીયો જાેઈને લોકો મુંબઈકર્સ એટલે કે મુંબઈના લોકોની ભારે પ્રશંસા કરી રહ્યા છે. પલટી ગયેલી ગાડીને સીધી કરવા માટે ભેગા થયેલા લોકોની યુનિટીને લોકો શ્રેષ્ઠ ઉદાહરણ જણાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.