દધિચી બ્રીજ નીચે મહિલા કોન્સ્ટેબલની છેડતી કરતાં રોડ રોમીયોની અટકાયત
અમદાવાદ : યુવાનો દ્વારા જેની વાટ જાવાતી હોય છે એ તહેવાર નવરાત્રી હમણાં જ પૂરી થઈ છે. એક તરફ યુવાનો તથા યુવતીઓ મોડી રાત સુધી ગરબામાં ઝુમતાં હોય છે. બીજી તરફ કેટલાંક લુખ્ખા તત્ત્વો આવાં સમયે યુવતીઓને જાઈને રોમિયોગીરી કરતાં હોય છે. નવરાત્રી દરમિયાન છેડતીનાં વધુ કિસ્સા બહાર આવતાં દર વર્ષે પોલીસની ખાસ ટીમો આવારા તત્ત્વોને ઝડપી પાડતી હોય છે.
આ વર્ષે પણ આવાં કેટલાંય તત્વોને મહિલા પોલીસની શી ટીમે ઝડપી પાડ્યા છે. ત્યારે નવમે નોરતે દધિચી બ્રીજ નીચેથી પસાર થતી મહિલા કોન્સ્ટેબલની જ છેડતી કરતાં પોલીસે રોમિયોની ધરપકડ કરી છે.
નવરાત્રી દરમિયાન મહિલાઓની છેડતી કરતાં રોમિયોને ઝડપી પાડતી મહિલા પોલીસની શી ટીમ દુધેશ્વર ખાતે પેટ્રોલિંગમાં હતી એ વખતે કેટલીક યુવતીએ મોડી રાત્રે પોણા ત્રણ વાગ્યાનાં સુમારે દધિચી બ્રીજ નીચે બેસી રહેલાં કેટલાંક આવારાં તત્ત્વો છેડતી કરતાં હોવાની ફરીયાદ કરી હતી.
જેથી સાદા વેશમાં રહેલી શી ટીમની એક મહિલા કોન્સ્ટેબલ દધિચી બ્રીજ નીચે તપાસ કરવા જતાં એક યુવકે તેમની છેડતી કરતાં ગંદા ઈશારા કર્યા હતા. ઉપરાંત રાત્રીના ગરબા પૂરા થઈ ગયા હવે આપણે હોટલમાં જઈ ગરબા રમીએ એમ કહેતાં મહિલા કોન્સ્ટેબલે-ઈશારો કરતાં જ સમગ્ર ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. અચાનક જ આવેલી પોલીસને જાઈ શખ્સનાં હોંશ ઉડી ગયા હતા.
રોમીયોગીરી કરતાં શખ્સને પૂછપરછ કરતાં તે ભોલાભાઈ પાર્ક, આઈઓસી રોડ, ચાંદખેડા ખાતે રહેતો દિપક રાધેશ્યામ સેવતાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આવતી જતી †ીઓની છેડતીની ફરીયાદ મળતાં કોન્સ્ટેબલ જાત તપાસ કરવા ગયા હતા