દબંગ-૩ બાદ સલમાન ખાન રાધેનુ શુટિંગ કરી શકે
મુંબઇ, સુપરસ્ટાર સલમાન ખાન હવે દબંગ-૩ ફિલ્મ બાદ રાધે નામની ફિલ્મ પર કામ કરનાર છે.આ અંગેના સત્તાવાર અહેવાલ આવી ચુક્યા છે. સુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાલીની ફિલ્મ ઇન્શાઅલ્લાહ છોડી દીધા બાદ ચાહકો નિરાશ થયેલા છે. હવે એવી ચર્ચા વધારે તીવ્ર બની ગઇ છે કે તે રાધે નામની ફિલ્મમાં કામ કરનાર છે. ફિલ્મના સંબંધમાં વધારે કોઇ માહિતી મળી શકી નથી. રાધે નામની આગામી ફિલ્મમાં તેની સાથે કોણ રહેશે તેને લઇને વિગત સપાટી પર આવી નથી. દબંગ-૩ બાદ સલમાનની રાધે ફિલ્મ રહેનાર છે.
આ ફિલ્મને ઇદ ૨૦૨૦ પર રજૂ કરવામાં આવનાર છે. ૨૦મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે દબંગ-૩ ફિલ્મ દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. દબંગ-૩ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ રાધે ફિલ્મનુ શુટિંગ કેટલાક હિસ્સામાં કરવામાં આવનાર છે. રાધે ફિલ્મનુ નિર્દેશન પણ પ્રભુ દેવા જ કરનાર છે. તે દબંગ-૩ ફિલ્મના શુટ અને પોસ્ટ પ્રોડક્શનની સાથે સાથે રાધે ફિલ્મના પ્રી પ્રોક્શનને પણ નિહાળી રહ્યો છે. રાધે એક કોરિયન ફિલ્મના ઓફિશિયલ અડેપ્શન તરીકે છે. તે વર્ષ ૨૦૧૫માં આવેલી આઇ વેટરન નામની ફિલ્મની રીમેક ફિલ્મ નથી. નિર્માતા દ્વારા કોરિયન ફિલ્મનુ નામ હાલમાં ગુપ્ત રાખ્યુ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે સલમાન ખાને વર્ષ ૨૦૦૩માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ તેરે નામમાં રાધેની ભૂમિકા અદા કરી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ વોન્ટેન્ડમાં પણ સલમાન ખાને રાધે નામના પાત્રની ભૂમિકા અદા કરી હતી. સલમાન હાલમા બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે છે. તે દબંગ ફિલ્મને લઇને હાલમાં વ્યસ્ત છે આ સિરિઝની પહેલાની બંને ફિલ્મો સુપરહિટ સાબિત થયા બાદ હવે ત્રીજી ફિલ્મને લઇને પણ આશાવાદી છે.