દબાણ હટાવવા ગયેલી ટીમ ઉપર માલધારીઓનો હુમલો
સુરત, અમરોલી છાપરાભાઠા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર માલધારીઓ દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલા તબેલા અને બે દુકાનોનું દબાણ દુર કરવા માટે બોર્ડના કર્મીઓ જતાં તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો. જાેકે આ દબાણ દૂર કરવા માટે અગાઉ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ અપાઇ હતી.
નોટિસ મળ્યા બાદ માલધારીઓએ મંદિર બાંધવાનું શરૂ કરી દીધું હતું. ૧૪મી મેના દિવસે ગુજરાત હાઉસિંગ બોર્ડના ૯ કર્મચારીઓ અમરોલી છાપરાભાઠા રોડ પર દબાણની જગ્યા ખાલી કરાવવા માટે જતા માલધારીઓએ જીવલેણ હુમલો કર્યો હતો જાેકે આ હુમલા લઇને આ કર્મચારી ધવરા નોંધવામાં આવી છે.
બનાવની વિગતો એવી છે કે સુરતના અમરોલી છાપરાભાઠા કોસાડ રોડ સ્થિત ૧૧૫૬ એમ.આઇ.જી સોસાયટી પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડની જમીન ખાતે એક મહિના અગાઉ બોર્ડના કર્મચારીઓ જમીન માપણી માટે ગયા હતા ત્યારે ધ્યાનમાં આવ્યું હતું કે બોર્ડની જમીન પર સ્થાનિક માથાભારે રામજીભાઇ ભરવાડ, લાલાભાઇ ભરવાડ ગુજરાત હાઉસીંગ બોર્ડ,
અમરોલીએ જમીન પર ગેરકાયદેસર કબજાે કરી તેમાં દુકાનો બનાવી ભાડે આપી દીધી છે. ઉપરાંત, ચાલી બનાવી ઘર ભાડે આપી દીધા છે અને એક દુકાનમાં મંદિર પણ બનાવી દીધું છે. આથી બોર્ડના અધિકારીઓએ તેમને જગ્યા ખાલી કરવા સૂચના આપી હતી.