દમણના દરિયા કિનારે સગીરોના જોખમી સ્ટન્ટ

વલસાડ, સંઘપ્રદેશ દમણમાં અસહ્ય ગરમી પડી રહી છે. આ દરમિયાન દમણના દરિયા કિનારે સગીરો દરિયામાં જાેખમી છલાંગ લગાવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
નાની ઉંમરના બાળકો અને સગીરો દરિયામાં મોટી ભરતી વખતે જીવને જાેખમમાં મૂકી દરિયામાં કૂદકા મારતા હોય તેવો વીડિયો વાયરલ થતા આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બનાવની વિગત મુજબ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો અવનવા પ્રયોગ કરે છે. મોટાભાગે બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.
એવા સમયે દમણના દરિયા કિનારે બપોરે કેટલાક સગીરો અને બાળકો ગરમીથી છૂટકારો મેળવવા જાેખમી ઉપાય કરી રહ્યા છે. દમણના દરિયા કિનારે આવેલી જેટી પર અનેક સગીરો અને બાળકો પોતાના જીવને જાેખમમાં મૂકી દરિયામાં જાેખમી છલાંગ લગાવી રહ્યા છે.
મહત્વપૂર્ણછે કે અત્યારે દરિયામાં બપોરના સમયે મોટી ભરતીનો સમય હોય છે. આવા સમયે દરિયો તોફાની હોય છે. આથી દરિયા કિનારે જવું પણ જાેખમી સાબિત થઇ શકે છે. એવા સંજાેગોમાં દમણના દરિયા કિનારે આ બાળકો અને સગીરો પોતાના જીવને જાેખમમાં મૂકી દરિયામાં નહાતા જાેવા મળી રહ્યા છે. ગરમીથી છૂટકારો મેળવવા આ બાળકો અને સગીરો દરિયામાં છલાંગ લગાવી રહ્યા છે.
આ બાળકો કોઈપણ જાતના લાઈફ જેકેટ કે બચાવના કોઈપણ જાતના સાધનો વિના જ બેરોકટોક દરિયા કિનારે આવી રીતે છલાંગ મારતા દેખાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દમણના દરિયા કિનારે અનેક વખત ભરતીના સમયે પર્યટકો અને સ્થાનિક લોકો ડૂબવાના બનાવ બને છે. અનેક લોકોના જીવ પણ ગયા છે.
એવા સમયે દમણના દરિયા કિનારે મોટી ભરતીના સમયે જ્યારે દરિયો તોફાની હોય છે ત્યારે દરિયામાં નહાવા જવું ખૂબ જ જાેખમી સાબિત થઇ શકે છે.
તેનાથી ઉલટું આ બાળકો અને સગીરો કોઈ પણ જાતની સુરક્ષા વ્યવસ્થા વગર કોઈ રોકટોક વગર જ દરિયામાં જાેખમી છલાંગ લગાવતા જાેવા મળ્યા છે. દમણના દરિયા કિનારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા આવી રીતે જાેખમી સ્ટંટ બાજી કરતાં સગીરો અને બાળકોને તંત્ર રોકે તે ખૂબ જરૂરી છે.SS1MS