દમણના દામિની અને આશા વુમેન્સ ફાઉન્ડેશન દ્વારા જન્માષ્ટમી કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) વલસાડ, સંઘપ્રદેશ દમણમાં દામિની વુમેન્સ ફાઉન્ડેશન અને આશા વુમેન્સ ફાઉન્ડેશન દ્વારા રાધા- શ્યામને ચરિતાર્થ કરી અનોખી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી. રાધા-કૃષ્ણ અને ગોપીઓની વેશભુષામાં સજ્જ મહિલાઓ અને બાળકોએ વ્રજધામ સાકાર કરી દીધુ હતું. દામિની વુમેન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન સિંપલ કાટેલા અને આશા વુમેન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરુણાબેન પટેલે પણ બહેનોની સાથે જન્માષ્ટમીના રંગમાં રંગાયેલા જાવા મળ્યા હતા. વિવિધ કેટેગરીની વેશભુષા સ્પર્ધામાં બાળકો, યુવતિઓ અને સીનિયર સિટીઝન મહિલાઓએ આકર્ષક પોશાકે દરેકનું ધ્યાન કેન્દ્રીય કર્યુ હતું તે જ ક્રમમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાયો હતો. દામિની ફાઉન્ડેશનના કર્ણધાર સિંપલબેને મટકી ફોડી હતી. બાદમાં સમગ્ર કાર્યક્રમ સ્થળ પર ઉલ્લાસ અને રોમાંચ પ્રસરી જવા પામ્યો હતો. તેઓએ આ પ્રસંગે જણાવ્યું કે, અમારો ઉદેશ્ય દરેકમાં ખુશી વહેચવાનું અને મહિલા એન બાળકોમાં રહેલ આંતરીક પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્ન છે. દરેકે આ કાર્યક્રમમાં આનંદભેર ભાગ લીધો હતો.*