દમણની રિયા કુંદનાની બની મિસિસ ગુજરાત
(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ) (પ્રતિનિધિ) વલસાડ, મુંબઈ Mumbai ખાતે તાજેતરમાં યોજાયેલ એ.આર. મિસિસ- ર૦૧૯ સ્પર્ધામાં દમણની Daman પુત્રવધૂ રિયા કુંદનાનીને Riya Kundnani ‘મિસિસ ગુજરાત’ના ખિતાબથી નવાજવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના Daman Industiry Association પ્રમુખ આર.કે. કુંદનાનીના President R. K. Kundnani પુત્રવધૂ રિયા કુંદનાનીએ ગુજરાતના પરંપરાગત પોષાક ચણિયા- ચોળી પહેરીને રેમ્પ વોક કર્યું હતું. તેમણે મિસિસ ઈન્ડિયાના ૬૦ ફાઈનાલીસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાના ર૪ સ્પર્ધકોની ૩૦ જૂનના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ એડીશનમાં રિયા કુંદનાનીની પસંદગી કરાઈ હતી.
મુંબઈ ખાતે યોજાયેલ એ.આર. મિસિસ ઈન્ડિયા- ર૦૧૯ની સ્પર્ધામાં તમામ સ્પર્ધકોને ૪ દિવસ ગૃમિંગ સેશન આપવામાં આવ્યા હતા દરેક ફાઈનાલીસ્ટે તેમના રાજયના પરંપરાગત કોસ્ચ્યુમમાં રેમ્પ પર વોક કરવાનું હતું જેમાં રિયા કુંદનાનીને ચણીયા- ચોળી પહેરીને રેમ્પ પર વોક કર્યું હતું.
આ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા રિયા કુંદનાનીએ જણાવ્યું હતું કે, મહિલાઓએ દરરોજ ઓછામાં ઓછો એક કલાક પોતાની ફિટનેશ પાછળ કાઢવો જાઈએ. તો જ તેઓ પોતાના પરિવારને પણ ફીટ રાખવા સફળતા મેળવી શકે છે. દરેક મહિલાએ પોતાના સ્વપ્ર માટે જીવવું જાઈએ. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવાની સાથે સાથે પોતાના શોખને પણ જીવંત રાખવા જોઈએ.
હાલ વડોદરા Vadodara ખાતે સ્થાયી થયેલ રિયા કુંદનાની બે વર્ષ દમણ ખાતે પણ રહી ચુકયા છે. તેમણે પત્રકારોને વધુમાં જણાવ્યું હતું કે, સ્પર્ધા દરમિયાન મારા બે સંતાનોની જવાબદારી મારા પતિ અને સાસુએ સંભાળી હતી તેમના તરફથી મને ખુબ જ સપોર્ટ મળ્યો હતો.
રિયા કુંદનાની પોતાની ફિટનેશ જાળવવા માટે બે વર્ષથી જીમમાં જઈ રહ્યા છે અને મહિલાઓને ભારપૂર્વક જણાવે છે કે લગ્ન બાદ કશું જ છોડવાની જરૂરત નથી અને હંમેશા આત્મવિશ્વાસની સાથે સાથે મહિલાઓએ આગળ વધવું જોઈએ.*