દમણમાં સાંસદ, કલેક્ટર અને વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી બુલંદ કર્યો હરિત સંદેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/2708-valsad.jpg)
(પ્રતિનિધિ) વલસાડ , દુણેઠા માં સાંસદ લાલૂભાઈ પટેલ, કલેક્ટર ડૉ. રાકેશ મિન્હાસ, ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખ, સીઈઓ આશીષ મોહન, બીડીઓ પ્રેમજી મકવાણા, જિલા પંચાયત અધ્યક્ષ બાબુભાઈ છીબા઼ભાઈ પટેલ, દુણેઠાનાં જિ.પં.સદસ્ય જાગૃતિબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્યો,
સેક્રેટરી, સરકારી મહાવિદ્યાલયના અને દુણેઠા અપર પ્રાયમરી સ્કૂલનાં છાત્રોએ કરી વૃક્ષારોપણ ભીતવાડીનાં આદિવાસી ભવનમાં સીઈઓ આશીષ મોહન અને જિલા પંચાયત અધ્યક્ષ બાબુભાઈ પટેલે ૧૦૦ ખેડુતોને વનસ્પતિઓનાં પૌધા વાળા ગ્રીન બૈગ કર્યું ભેંટ.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનાં ૫ વર્ષ પૂર્ણ થયાની ભાગરૂપે થઈ રહેલી લોક ઉજવણીનાં કાર્યક્રમ ” સહયાત્રાનાં ” બીજા દિવસે હરિત દિવસ મનાવવામાં આવ્યો. હરિત દિવસના રોજ સવારે ૧૦ વાગ્યે દુનેઠામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યો.સાંસદ શ્રી લાલૂભાઈ પટેલ, કલેક્ટર ડૉ. રાકેશ મિન્હાસ,
ડેપ્યુટી કલેકટર શ્રીમતી ચાર્મી પારેખ, સીઈઓ શ્રી આશીષ મોહન, બીડીઓ શ્રી પ્રેમજી મકવાણા, જિલા પંચાયત અધ્યક્ષ શ્રી બાબુભાઈ છીબા઼ભાઈ પટેલ, દુણેઠાનાં જિ.પં.સદસ્ય શ્રીમતી જાગૃતિબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્યો, સેક્રેટરી, સરકારી મહાવિદ્યાલયના અને દુણેઠા અપર પ્રાયમરી સ્કૂલનાં છાત્રોએ બધા સંયુક્ત રૂપે નારિયેળી, અમરૂદ, બાદામ, પેરૂ જેના ફળદાર વૃક્ષોનાં પૌધાઓના રોપણ કર્યુ.
હરિત દિવસનાં બીજા કાર્યક્રમ બપોરે ૧૨ વાગ્યે ભીતવાડીનાં આદિવાસી ભવનમાં પૌધાઓનાં ગ્રીન કિટ / બૈગ વિતરણનાં હતું. સીઈઓ શ્રી આશીષ મોહન અને જિલા પંચાયત અધ્યક્ષ શ્રી બાબુભાઈ પટેલે ૧૦૦ ગૃહસ્થ ખેડુતોને આ ગ્રીન કિટ/ બૈગ ભેંટ કરયું. આ ગ્રીન કિટમાં નારિયેળી, અમરૂદ, બાદામ, પેરૂ, ચાયપત્તી, કરી પત્તા જેવા વનસ્પતિઓનાં પૌધા હતાં.
બધા ખેડૂતોને તેમનાં ઘરના પાસે ખાલી જગ્યાઓમાં આ પૌધાઓને રોપવાનું અપીલ કરવામાં આવ્યો. હરિત દિવસના કાર્યક્રમોં અને સહયાત્રા ઉત્સવનાં ( ૨૪-૨ગ અગસ્ત ) માધ્યમથી ભારત સરકારનાં માર્ગદર્શનમાં અને પ્રશાસકશ્રીના નિર્દેશનમાં ૫ વર્ષથી સંઘ પ્રદેશમાં સતત ચાલતું વિકાસ કાર્યોમાં નાગરિકોની પ્રબળ ભાગીદારી સુનિશ્ચિત કરવાનું પ્રયાસ છે.