દમણ અને દાનહ મેડીકલ એન્ડ હેલ્થ સર્વિસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગમાં બોગસ ડોકટરો ઝડપાયા
(પ્રતિનિધિ) વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી મેડીકલ અને હેલ્થ સર્વિસ ડાયરેકટર ડો. વી.કે. દાસની અધ્યક્ષતામાં દમણ અને દાદરા નગર હવેલીમાં મલ્ટીપલ ટીમ અને મેડિકલ ઓફિસર તેમજ ડ્રગ ડિપાર્ટમેન્ટ પોલીસ ટીમના સહયોગ દ્વારા બન્ને પ્રદેશમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન દમણમાંથી ૭ અને દાદરા નગર હવેલીમાંથી ૮ બોગસ ડોકટરો પ્રેક્ટીસ કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેઓ સામે પોલીસમાં કાયદેસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડોકટરો પાસે ગેરકાયદેસરની દવાઓ તેમજ ઈન્જેકશનો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.*