દમદાર પોસ્ટરની સાથે સામે આવી RRRની રિલીઝ ડેટ
મુંબઈ: ગત વર્ષ મૂવી લવર્સ માટે થોડું નિરાશાજનક રહ્યું હતું પરંતુ નવા વર્ષની શરૂઆત નવી આશાઓ લઈને આવ્યું છે. હવે બાહુબલી નિર્માતા એસએસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આરઆરઆરનું દમદાર પોસ્ટર સામે આવ્યું છે. આ દમદાર પોસ્ટરની સાથે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.
મલ્ટીસ્ટારર ફિલ્મ આરઆરઆર દશેરાના તહેવાર પર ૧૩ ઓક્ટોબર ૨૦૨૧ ના દુનિયાભરમાં રિલીઝ થશે. જૂનિયર એનટીઆર, રામ ચરણ, અજય દેવગણ, આલિયા ભટ્ટ, સમુથિરકાની અને એલિસન ડૂડી સહિત સિનેમા જગતના અન્ય લોકપ્રિય કલાકારો સાથે બનેલી ફિલ્મ આરઆરઆરનું આ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
આરઆરઆર એક પીરિયડ એક્શન ફિલ્મ છે, જેમાં દિગ્ગજ સ્વતંત્રતા સેનાનીઓ કોમારામ ભીમ અને અલ્લૂરી સીતારામારાજૂના યુવા દિવસોનું એક કાલ્પનિક વર્ણન કરવામાં આવ્યું છે.
આ વિશે વાત કરતા નિર્માતા ડીવીવી દાનય્યાએ કહ્યું કે, અમે ‘આરઆરઆર’ના શૂટિંગ શેડ્યૂલના અંતની નજીક પહોંચી ગયા છીએ અને આ ફિલ્મને દર્શકો સામે લાવવા માટે ઘણા ઉત્સાહિત છીએ. અમે દર્શકોની સાથે સિનેમાઘરોમાં દશેરા જેવો મોટા ઉત્સવને મનાવવા માટે ખુબજ ઉત્સાહિત છીએ.
આલિયાએ કહ્યું કે,આરઆરઆરનું હૈદરાબાદમાં શૂટિંગ શરૂ કર્યું. અભિનેતા ફિલ્મ માટે તેલુગુ ભાષા શીખી રહ્યા છે કેમ કે, તેમની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મમાં આલિયાને રામ ચરણ સાથે જાેડવામાં આવી છે, જ્યારે જૂનિયર એનટીઆર ઓલિવિયાની સાથે રોમાન્સ કરતા જાેવા મળશે.
આરઆરઆર એક અખિલ ભારતીય ફિલ્મ છે, જે ડીવીવી દાનય્યા દ્વારા ડીવીવી એન્ટરટેનમેન્ટ્સ બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. ફિલ્મને તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ સહિત અન્ય ભારતીય ભાષામાં રિલીઝ કરવામાં આવશે.