દયાદરા ગામ પાસેથી નશાયુકત માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમને ઝડપી પાડતી ભરૂચ પોલીસ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગેના કેસો શોધી કાઢવા I/c પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચનાઓની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાનાઓના માર્ગદર્શન આધારે એ.ઓ.જી ના પોલીસ ઈન્સપેક્ટર કે.ડી.મંડોરા નાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.એચ.વાઢેર અને ટીમના પોલીસ માણસો સાથે રહી સંયુક્ત રીતે કામગીરી કરતા હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈ બાબુભાઈ નાઓને તેઓના બાતમીદાર થી મળેલ બાતમી હતી
એક રીક્ષા માં ગાંજાનો જથ્થો જઈ રહ્યો છે.જેના આધારે એસ.ઓ.જી પોલીસ ના માણસો દયાદરા બસ સ્ટેન્ડ નજીક વોચ માં હતા તે દરમ્યાન બાતમી વળી રીક્ષા આવતા તેની તપાસ કરતા રીક્ષા નંબર જીજે ૦૫ બીવી ૩૧૪૫ માંથી નશાયુકત માદક પદાર્થ ગાંજો ૧૩ કીલો ૯૬૧ ગ્રામ મળી આવતા તેની કિંમત રૂપિયા ૧,૩૯,૬૧૦ તથા તેઓ પાસે થી મળી આવેલ મોબાઈલ ફોન ૨ કિંમત રૂપિયા ૫૫૦૦ તથા રીક્ષા નંબર જીજે ૦૫ બીવી ૩૧૪૫ કિંમત રૂપિયા ૨૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૭૦,૪૧૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓ ઈબ્રાહીમશાહ અકબરશાહ
રહે.બાપૂનગર,મકાઈપૂલ,અડાજણ રોડ,સુરત મૂળ રહે.સેન્ટ્રલ ટોકીઝ ઈદગાહ ઝુપડપટ્ટી,માલેગાંવ જી.નાશિક (મહારાષ્ટ્ર) અને હુસૈનશાહ યાસીનશાહ રહે.નાનપૂરા,કાદરશાહની નાલ,સુરત મૂળ રહે.પવરવાડી,દાતારનગરની પાસે,માલેગાંવ જી.નાશિક (મહારાષ્ટ્ર) ઓને પકડી પાડી તેઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ મુજબ કાયદેસર કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી વધુ પૂછપરછ કરતા રફીકભાઈ સલાઉદ્દીન કાઝી રહે.અમનપાર્ક જંબુસર જી.ભરૂચનાઓ નું નામ ખુલતા તેઓ ની પણ અટકાયત કરી તેઓ વિરુદ્ધમાં ગુનો દખ કરવામાં આવ્યો હતો.તો આ બનાવની વધુ તપાસ એસ.ઓ.જી પોલીસ ઈન્સપેકટર ચલાવી રહ્યા છે.