દયાબેનના રોલ માટે મારે કોઈ વાત થઈ નથી : દિવ્યંકા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Divyanka-1024x576.jpg)
મુંબઈ: પાછલા થોડાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ટીવીના લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવવા માટે દિવ્યાંકા ત્રિપાઠી સાથે વાતચીત ચાલી રહી છે. જાે કે પ્રાપ્ત જાણકારી અનુસાર, આ માત્ર અટકળો છે. આ વાતમાં કોઈ તથ્ય નથી. દિવ્યાંકાને આવી કોઈ ઓફર નથી થઈ. એક સૂત્રના જણાવ્યા અનુસાર, દિવ્યાંકાની દયાબેનના રોલ માટે અસિત મોદી સાથે વાત નથી થઈ. આવી અટકળોથી જનતા કન્ફ્યુઝ થાય છે અને ખાસકરીને શૉના ફેન્સ. આવી ખબરોનો કોઈ અર્થ નથી હોતો. દિવ્યાંકાની વાત કરીએ તો તે હમણાં જ કેપ ટાઉનથી પાછી ફરી છે.
કેપ ટાઉનમાં તે ટીમ સાથે ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનની શૂટિંગ કરવા માટે ગઈ હતી. ટુંક સમયમાં ખતરોં કે ખિલાડી ટેલીકાસ્ટ થશે અને તેમાં દિવ્યાંકા સહિતના અન્ય કન્ટેસ્ટન્ટના શૉ જાેવા મળશે. દિવ્યાંકાએ પણ કન્ફર્મ કર્યું છે કે તારક મહેતાની ટીમ તરફથી તેને કોઈ ઓફર નથી મળી. તેણે જણાવ્યું કે, અફવાહ આવી જ હોય છે, મોટાભાગે તે પાયાવિહોણી હોય છે અને તેમાં કોઈ તથ્ય નથી હોતું.
દિવ્યાંકાને પૂછવામાં આવ્યું કે, શૉ ઓફર થશે તો તે સ્વીકાર કરશે? તો દિવ્યાંકાએ કહ્યું કે, આ ઘણો સારો શૉ છે અને તેની જબરદસ્ત ફેન ફૉલોવિંગ પણ છે. જાે કે મને નથી લાગતું કે હું તે કરવા માટે ઉત્સુક છું. હું ફ્રેશ કન્સેપ્ટ અને નવા પડકારોની રાહ જાેઈ રહી છું.