દયાબેનનુ પાત્ર ભજવવાની વાત રાખી વિજાને નકારી કાઢી
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઈન્ડિયન ટેલિવિઝન પર દર્શકોનો સૌથી વધુ પ્રેમ મેળવનારા શોમાં એક છે. આશરે પાંચ વર્ષ પહેલા દિશા વાકાણી ઉર્ફે દયાબેનની શોમાંથી એક્ઝિટ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના રિપ્લેસમેન્ટ અંગે ઘણા નામ સામે આવ્યા હતા.
તેમાંથી એક એક્ટ્રેસ રાખી વિજાન પણ હતી. જાે કે, રાખી વિજાને શોમાં દયાબેન તરીકે તેની એન્ટ્રીના રિપોર્ટ્સને નકારી કાઢ્યા છે. રતેણે સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે અને કોમેડી સીરિયલનો ભાગ બની હોવાની અફવાને નકારી કાઢી છે.
રાખી વિજાને લખ્યું છે ‘હેલ્લો…આ સમાચાર અફવા છે…જેનાથી મને પણ આંચકો લાગ્યો છે…પ્રોડ્યૂસર્સ અથવા ચેનલ દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો નથી’.
રાખી વિજાનની સ્પષ્ટતાથી સૌથી વધારે ખુશ દિશા વાકાણીના ફેન્સ થયા છે. એક યૂઝરે લખ્યું છે ‘અમને પણ આંચકો લાગ્યો હતો કે લેજેન્ડરી રોલ તારા જેવી નોટંકીબાઝને કેવી રીતે મળી ગયો’, એક યૂઝરે લખ્યું છે ‘સારું થયું કે આ ફેક ન્યૂઝ નીકળ્યા.
દિશાજીની જગ્યા કોઈ લઈ શકે નહીં’, તો એક યૂઝરે લખ્યું છે ‘અમને માત્ર દિશા વાકાણી જ જાેઈએ છે. તે દયાળુ છે’. તો અન્ય એ લખ્યું છે ‘તું અમને જાેઈતી પણ નથી. દિશા વાકાણી લેજન્ડ છે’. જાે કે, રાખી વિજાનના ફેન્સને લાગે છે કે, તે સારી રીતે દયાબેનનું પાત્ર ભજવી શકે છે.
જણાવી દઈએ કે, સીરિયલ ‘હમ પાંચ’માં ‘સ્વીટી’નું પાત્ર ભજવીને રાખી ઘર-ઘરમાં જાણીતું નામ બની હતી. એક ઈન્ટરવ્યૂમાં પ્રોડ્યૂસર આસિત મોદીએ કહ્યું હતું કે ‘દયાબેનનું પાત્ર પકત આવશે, પરંતુ તે દિશા વાકાણી નહીં હોય. દિશા વાકાણીને રિપ્લેસ કરી શકે તેવી એક્ટ્રેસની શોધ ચાલી રહી છે અને નવી દયાબેન ખૂબ જલ્દી આવશે.
હાલમાં જ તેઓ બીજા બાળકના માતા બન્યા છે તેથી તેઓ શોમાં કમબેક કરી શકશે નહીં. નવા દયાબેન માટે ઓડિશન થઈ રહ્યા છે અને એક નામ સિલેક્ટ કરવામાં આવશે. નવી એક્ટ્રેસ વિશે શોમાં દર્શકોને જાણવા મળશે. દર્શકોને અપડેટ આપતા રહીશું’.SS1MS