Western Times News

Gujarati News

દયાબેન ઉર્ફે દિશા વાકાણીની ટૂંક સમયમાં શોમાં થશે વાપસી?

મુંબઇ, દિશા વાકાણી ઉર્ફે દયા બેનની ખાસ સ્ટાઈલને દર્શકો ભૂલી શકતા નથી. દર્શકો દયા બેનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જાે કે કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના તમામ પાત્રો ખૂબ જ રમુજી અને લોકપ્રિય છે, પરંતુ જેઠાલાલની પત્ની દયા ભાભી અલગ છે.

દિશાએ પ્રેગ્નન્સી બાદ શોમાંથી બ્રેક લીધો હતો, ત્યારથી દર્શકો દયા બેનની વાપસીની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. હવે લાગે છે કે દર્શકોની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે, દયા બેન કદાચ ગોકુલધામ સોસાયટીમાં પાછા ફરશે.

દયા બેન ઉર્ફે દિશા વાકાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે હોળી રમતી જાેવા મળી રહી છે. આ ફોટામાં તેમનો ભાઈ પણ હેન્ડસમ લાગી રહ્યો છે. આ ફોટો શેર કરતા દિશાએ કેપ્શનમાં લખ્યું કે, ‘હોળી આવી રહી છે’. દિશાએ જે રીતે ફોટો શેર કર્યો છે તેનાથી ચાહકોને લાગે છે કે, હોળી સુધીમાં દયાબેનની વાપસી થવાની છે.

દિશા વાકાણીની આ તસવીર જાેઈને ફેન્સની અપેક્ષાઓ વધી ગઈ છે. તસવીર જાેઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર જેઠાલાલની પત્ની ગોકુલધામ સોસાયટીમાં પોતાની આગવી સ્ટાઈલથી દર્શકોનું મનોરંજન કરવા જઈ રહી છે. પ્રશંસકો પણ ખુશ થઈને તેના સ્વાગતની તૈયારીઓ કરવા લાગ્યા છે. કમેન્ટ સેક્શનમાં રિક્વેસ્ટ કરતા એકે લખ્યું કે ‘કૃપા કરીને હોળી પછી ગોકુલધામ આવી જાશો’.

બીજાએ લખ્યું, ‘જાે હોળી આવી જાઓ તો વાધેર મજા આવે’. દિશા વાકાણીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માંથી બ્રેક લીધાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી કોઈ અભિનેત્રી દયા બેનનો રોલ કરે તેવી એક્ટ્રેસ મેકર્સને મળી નથી.

દયા બેને શોમાં પોતાના પાત્રની એવી છાપ છોડી છે કે તેમના જેવો અભિનય કરનાર કોઈ નથી. આ વચ્ચે ઘણી વખત એવા સમાચાર આવ્યા હતા કે, દિશા પરત ફરવાની છે પરંતુ એવું થયું નથી. હવે જાેઈએ કે, આગામી હોળીની શુભકામના આપતી તસવીર પાછળ શું સંદેશ છુપાયેલો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.