દયાબેન એટલે કે દિશા વાકાણીની પુત્રી ખુબ ક્યૂટ છે
દિશાએ ૨૦૧૫માં મયુર સાથે લગ્ન કર્યા હતા, લગ્નના બે વર્ષ બાદ અભિનેત્રીએે પુત્રી સ્તુતિને જન્મ આપ્યો
મુંબઈ: ટીવી જગતની ફેસમ સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા સમયથી દયાબેન ગાયબ છે. દયાબેન ઉર્ફે દિશા વાકાણી જ્યારથી માતા બન્યા છે ત્યારથી તે શોથી દૂર છે. તેવામાં આજે અમે તમને તેમની પુત્રી સ્તુતિના ફોટો દેખાડીશું. દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૫માં મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા.
લગ્નના બે વર્ષ બાદ એટલે કે ૨૦૧૭માં દિશા વાકાણીએ પુત્રી સ્તુતિને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે ટીવી સીરિયલ તારક મેહતામાં જાેવા મળી નથી. દિશાએ પહેલા રજા લેવાની વાત કરી હતી. તે છેલ્લા ત્રણ વર્ષથી શોમાં જાેવા મળી નથી. પરંતુ હવે દિશા વાકાણીએ તારક મેહતા શો છોડવાનો ર્નિણય કરી લીધો છે.
૭ જૂન ૨૦૧૮ના દિશા વાકાણીએ પોતાની પુત્રી સ્તુતિની પ્રથમ ઝલક ફેન્સ સાથે શેર કરી હતી. દિશા પોતાના પતિ મયુરની સાથે પોતાની પુત્રીને ભગવાનના આશીર્વાદ લેવા માટે તિરૂપતિ બાલાજી મંદિર લઈ ગઈ હતી. દિશા વાકાણીની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણીવાર વાયરલ થઈ ચુકી છે.
એક ફેમેલી ફંક્શનમાં દિશા પોતાની પુત્રીની સાથે જાેવા મળી હતી. હાલના સમયમાં દિશા વાકાણી એક્ટિંગ કરિયરથી દૂર પોતાની પર્લનલ લાઇફને વધુ મહત્વ આવે છે. આ કારણે તે નાના પડદાથી દૂર છે.