Western Times News

Gujarati News

દયાબેન, મહેતા સાહેબ બાદ હવે ટપ્પુએ છોડ્યો શૉ

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં ૧૪ વર્ષ પૂર્ણ થવાનાં છે.આ ૧૪ વર્ષમાં શોએ કામિયાબીનાં નવાં શીખરો સર કર્યા છે. તો કેટલાંક એવાં પણ કલાકાર છે કે, શૉ છોડ્‌વાને કારણે તેની લોપ્રિયતા પર થોડો પણ અસર તો પડી જ છે.

હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે, ટપ્પૂ એટલે કે રાજ અનડકટ પણ આ શોને વિદાય કહેવાનો છે. હવે આ આશરે કન્ફર્મ થઇ જ ગયો છે. ઘણાં સમયથી ટપ્પુ શોમાં નજર નથી આવી રહ્યો. શૉમાં આ કારણે ટપ્પુને ભણવા માટે મુંબઇથી બહાર ગયો હોવાનું બતાવવામાં આવ્યું છે.

પણ ખરેખરમાં તે હવે આ શૉને અલવિદા કહી ચુક્યો છે. અત્યાર સુધી આવી માત્રો વાતો હતી પણ હવે આ ખબર સામે આવી છે કે, રાજ અનડકટ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માંગે છે. હાલમાં જે તેણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે જેમાં તે રણવીર સિંહ સાથે એક મોટા પ્રોજેક્ટમાં નજર આવશે.

હાલમાં આ પ્રોજેક્ટ અંગે તે વધુ કંઇજ માહિતી આપી નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તેનાં કિરાદરોને કારણે ઘણો જ હિટ છે. પણ આ શૉને ૧૪ વર્ષો થઇ ગયા અને હવે શૉનાં ઘણાં કલાકાર શૉ છોડી ચુક્યાં છે. જેમાંથી કેટલાંક કિરદારોમાં નવાં ચહેરા નજર આવ્યાં છો કેટલાંકની વાપસી થશે કે નહીં તેનાં પર સવાલ છે. જેમાં દયાબેન, મહેતા સાહેબ, બાવરી અને નટુ કાકા જેવાં કિરદાર શામેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.