દરરોજના 10 કલાકથી વધારે સમય વાંચન કરનાર અમદાવાદની રિયા CA ફાઈનલમાં દેશમાં બીજા નંબરે આવી
અમદાવાદની રિયા શાહ સી.એ. ફાઈનલમાં ભારતમાં બીજા નંબરે આવી
(એજન્સી)અમદાવાદ, આઇસીએઆઇ સીએનું ફાઇનલ પરિણામ ગઈકાલે રાત્રે જાહેર થઈ ગયું છે. ઇન્સ્ટિટ્યૂટ આૅફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આૅફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઇનલ પરીક્ષામાં બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનીઓએ ટોચના ત્રણ રેન્ક મેળવ્યા છે. જેમાં અમદાવાદની રિયા શાહ સમગ્ર ભારતમાં બીજા નંબરે આવી છે.
જ્યારે હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરૂપતિના રિષભે ઓસ્વાલે સંયુક્તરૂપે ૫૦૮ માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રિયા શાહે ૫૦૧ માર્ક્સ સાથે બીજો નંબર મેળવ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ ૪૯૩ માર્ક્સ મેળવ્યા છે. હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરુપતિના ઓસ્વાલે સંયુક્ત રીતે ૫૦૮ માર્ક્સ (૮૪.૬૭%) મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
જ્યારે રિયા કુંજનકુમાર શાહે ૫૦૧ માર્ક્સ (૮૩.૫%) મેળવી બીજા ક્રમાંકે આવી છે. તેમજ કોલકાતાની કિંજલ અજમેરાએ ૪૯૩ માર્ક્સ (૮૨.૧૭%) સાથે ચોથા ક્રમે આવી છે. આઇસીએઆઇના પ્રમુખ સી. એ. રણજીત કુમાર અગ્રવાલે ભારતની સૌથી અઘરી પરીક્ષાઓ પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
આ વર્ષે ૩૧,૯૪૬થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક CA ફાઇનલ પરીક્ષા પાસ કરી છે. જ્યારે નોંધપાત્ર ૧૧,૫૦૦ વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે.
રિયા શાહે CAની પ્રથમ પરીક્ષા સમગ્ર દેશમાં 42 રેન્ક મેળવ્યો હતો. જ્યારે હવે CA ફાઈનલ પરીક્ષા પાસ કરી સમગ્ર દેશમાં Rank-2 પ્રાપ્ત કરીને અમદાવાદ સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે. રિયા શાહે જણાવ્યું કે, તેણે ધોરણ 8 થી જ CA બનવાનું નક્કી કરી દીધું હતું અને તે પ્રમાણે સતત મહેનત પણ કરી રહીં હતી. રિયાએ સોશિયલ મીડિયા અને મોબાઈલ દૂર રહીને કરી સતત મહેનત ચાલુ રાખી અને ચોક્કસ ટાઈમ ટેબલ સાથે તૈયારી કરી હતી. જેના પરિણામે અત્યારે રિયા શાહ CA ફાઈનલ પરીક્ષામાં દેશમાં બીજા સ્થાને આવી છે.
ઓનલાઇન કોચિંગથી પરીક્ષાની તૈયારી કરી હોવાથી દરરોજના 10 કલાકથી વધારે સમય વાંચન શરૂ કર્યું હતું. જૂના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કર્યું તે વધારે ફાયદાકારક રહ્યું હતું. પરીક્ષા સમયે તબિયત સારી ન હોવાથી એક તબક્કે પરીક્ષા કેવી જશે તેવો ડર હતો, પરંતુ તૈયારી સારી હોવાથી પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું.