દરરોજ મોડે સુધી રાશનની દુકાન ખુલ્લી રાખવા નિર્દેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/04/anaj.jpeg)
પ્રતિકાત્મક
નવી દિલ્હી, કેન્દ્રએ રવિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહિનાના દરેક દિવસે અને મોડે સુધી રાશનની દુકાનો ખુલી રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેનો ઇરાદો ગરીબોને સમય પર અને સુરક્ષિત રીતે સબ્સિડી યુક્ત અને ફ્રી અનાજ વિતરણ બરોબર થાય તે છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે પરામર્શ જારી કર્યો છે.
મંત્રાલયને જાણકારી મળી હતી કે કેટલાક રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસ રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે રાશનની દુકાનો પર અનાજ વિતરણના સમયને ઘટાડી દેવામાં આવ્યો છે. તેનાથી લાભાર્થીઓને અનાજ પ્રાપ્ત કરવા માટે પૂરતો સમય મળી રહ્યો નથી.