દરરોજ ૩૦ લાખ લોકોને કોરોનાની રસી આપવી પડશે: નંદન નીલકર્ણી
નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના વાયરસની વેકસીન વિકસિત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે વિવિધ તબક્કામાં ચાલી રહેલ કોરોના વૈકસીનના ટ્રાયલ્સને જાેતા આશા કરવામાં આવી રહી છે કે આગામી વર્ષ મધ્ય સુધી વેકસીન ઉપલબ્ધ થઇ શકે છે ભારત સરકારે પણ લોકોને વેકસીન ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઇટી દિગ્ગજ અને ઇફોસિસના સહ સંસ્થાપક નંદન નીલકણીએ આધાર મોડલ પર આધારિત એક ડિઝીટલ પ્લેટફોર્મનો પ્રસ્તાવ આપ્યો છે જેની મદદથી દેશના ૧૩૦ કરોડ લોકોને વેકસીનનો ડોઝ આપવામાં આવશે.
એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં નીલકણીએ દેશમાં કોરોના રસીના પડકારની બાબતે કહ્યું હતું નીલકણીએ કહ્યું કે મને લાગે છે કે રસીકરણ એક મોટું મિશન હશે અમે આધાર રજીસ્ટ્રેશ સિસ્ટમ વિકસિત કરી હતી અને તેને એક દિવસમાં ૧૫ લાખ લોકોના રજીસ્ટ્રેશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.આમ છતાં આપણે એક કરોડ જનતા સુધી પહોંચાડવામાં સાડા પાંચ વર્ષનો સમય લાગ્યો અહીં આપણે સમગ્ર વસ્તીને બે વર્ષમાં રસી આપવાની છે. તેમણે કહ્યું કે જાે રસીના બે ડોઝ હશે તો આપણે આ રીતના ૨૬૦ કરોડ રસીકરણ કરવા પડશે નક્કી સમયસીમાની વાત કરીએ તો એક વર્ષમાં ૧૩૦ કરોડ લોકોને રસી આપવાની છે આ લક્ષ્ય મેળવવા માટે આપણ દર મહીને ૧૦ કરોડથી વધુ અને એક દિવસમાં ૩૦ લાખથી વધુ લોકોને રસી આપવી પડશે આવામાં આ ખુબ જ પડકારપૂર્ણ અને આપણા ઇતિહાસમાં અભૂતપૂર્વ હશે.
નીલકણી અનુસાર આજ કારણ છે કે તેમની યોજના અને ઇફ્રાસ્ટ્રકચર ખુબ મહત્વપૂર્ણ રહેશે નીલકણીની સલાહ છે કે આ કામ એક કોમન ડિઝીટલ પ્લેટફોર્મ દ્વારા થવી જાેઇએ જેથી દેશના દરેક વ્યક્તિને એક જેવું રસીકરણ તઇ શકે અને તેની માહિતી પણ આપણી પાસે હોવી જાેઇએ આ મુખ્યત્વે આધાર જેવું હશે પરંતુ તેનાથી વધુ પડકારપૂર્ણ રહેશે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
નંદન નીલકણીએ ચેતવણી આપી કે ભારતના બાળકો અને ગર્બવતી મહિલાઓના ટીકાકરણનો જબરજસ્ત રેકોર્ડ છે અમે આપણે પોલીયોના મામલામાં પણ સારૂ કામ કર્યું છે પરંતુ આપણને વ્યસ્ક ટીકાકરણનો કોઇ અનુભવ નથી કોરોના ટીકાકરણમાં આપણને તેની જરૂરત હશે અમેરિકાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તે દર વર્ષે ફલુની ટીકાકરણ કરાવે છે. આથી અમેરિકામાં તેની સિસ્ટમ મોજુદ છે પરંતુ આપણા માટે પડકાર એ છે કે આપણી પાસે આવી કોઇ સિસ્ટમ નથી અને ન તો તેના માટે ઇન્ફસ્ટ્રકચર છે.HS