દરામલીના પૂજન શોપિંગ મોલમાં ગઠિયો નજર ચૂકવી માલસામાન લઇ ફરાર
નેત્રામલી: ઇડર – હિંમતનગર હાઇવે ઉપર આવેલા દરામલી ચોકડી નજીક પૂજન શોપિંગ મોલમાં મંગળવારના રોજ બપોરના સમયે ગઠિયાએ લાઇટ ન હોવાનો ફાયદો ઉઠાવી ધરવપરાશની ચિજવસ્તુઓ વિશ્વાસમાં લઈ ને રફૂચક્કર થઈ જતાં મોલના માલિકે જાદર પોલીસ મથકમાં જાણ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઇડર – હિંમતનગર હાઇવે ઉપર દરામલી ચોકડી નજીક આવેલા પૂજન શોપિંગ મોલમાં મોલના માલિક જીતુભાઈ બેચરભાઈ પટેલના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ બપોરના સમય દરમિયાન વીજ પુરવઠો બંધ હતો તે સમયે મોલની અંદર લગાવેલ કેમેરા બંધ હતા આ તકનો લાભ એક અજાણ્યો ગઠિયો કાર લઈને ગ્રાહક બનીને આવ્યો અને મોલની અંદર ધર વપરાશ ની ચીજ વસ્તુઓ, ડ્રાઇફુટ, તેલના ડબ્બા જેવી મોંધી ચીજ વસ્તુઓ પેકિંગ કરાવી ને ગાડીમાં મૂકાવી હતી આ સમય દરમ્યાન આ બ્રાઉન કલરની નવી નંબર પ્લેટ વગરની કાર લઈને ગઠિયો હિંમતનગર તરફ રફુચક્કર થઇ ગયો હતો. મોલના માલિક ને ઠગાઇ થયાનુ જાણ થતા જાદર પોલીસ માં જાણ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.