દરામલી ફાયનાન્સ કંપનીમાં લોનના પૈસાની બોલાચાલી ની અદાવતમાં ટોળાનો હુમલો
(તસ્વીરઃ- કમલેશ નાયી, નેત્રામલી)
(પ્રતિનિધિ) નેત્રામલી , ઇડર તાલુકાના દરામલી સ્ટેન્ડ ખાતે ખાનગી ફાયનાન્સ કંપનીમાં બાજુમાં આવેલા ગામના યુવકે પૈસા લોન પેટે ઉપાડ્યા હતા જેની ચૂકવણી હપ્તા મારફતે કરવાની હતી. ગત રોજ પેઢી ના માલિકે લોન લીધી હતી તે યુવક ને હપ્તો ભરવામાં સમય વિતિ જતાં પેઢી ના માલિક દ્વારા યુવક સામે બોલાચાલી કરી હતી જેનો રોષ યુવકે રાખી આજરોજ વહેલી સવારના સમય દરમ્યાન ફાયનાન્સ કંપની ની પેઢી ઉપર મોટી સંખ્યામાં ટોળાએ હુમલો કર્યો હતો અને ઓફિસમાં પ્રવેશ કરી તોડફોડ કરી હતી તેમજ ઓફિસ આગળ ર્પાકિંગ કરેલા બે બાઇકો ને આગ ચાંપી દીધી હતી. આગની જ્વાળાઓ થી લોકોના ટોળા ઓ ખૂબજ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને સ્થિતિ તણાવભરી સજાઇ હતી એક સમય માટે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. ધટનાની જાણ જાદર પોલીસ ને થતાં સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને પરિસ્થિતિ જાણી વધુ તપાસ હાથ ધરી છે.*