Western Times News

Gujarati News

દરિયાઈ જીવના પેટમાંથી મોતી નિકળતાં કરોડો મળ્યા

થાઈલેન્ડ: કહેવાય છે કે ઉપરવાળો જ્યારે પણ આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. કંઈક આવી જ ઘટના થાઈલેન્ડની એક ગરીબ મહિલા સાથે બની છે. થાઈલેન્ડની મહિલાની કિસ્મત ઘોંઘાના (એક પ્રકારનું દરિયાઈ જીવ) કારણે બદલાઈ ગઈ હતી. મહિલાનું નામ છે. ગરીબી સામે લડી રેહલી મહિલાની કિસ્મત એવી પલ્ટી કે રાતોરાત કરોડપતિ બની ચુકી છે. આ મહિલાની બદલતી કિસ્મત અંગેની કહાની શેર કરતા લખ્યું હતું કે, ર્દ્ભઙ્ઘષ્ઠરટ્ર્ઠાહિની કિસ્મત એક ઘોંઘેના કારણે બદલાઈ હતી. મહિલા પોતાના ઘરે પકાવવા માટે એક કિલો ઘોંઘા લાવી હતી.

થાઈલેન્ડના ચલણમાં એક કિલો ઘોંઘાની કિંમત ૭૦ બાટ એટલે કે ૧૬૩ રૂપિયા ખર્ચા હતા. પરંતુ એક ઘોંઘાએ તેની કિસ્મત બદલી નાંખી હતી. મહિલા ખાવા માટે ઘોંઘા રાંધવા માટે તેની સફાઈ કરી રહી હતી. ત્યારે તેના પેટ કાપીને ગંદગી કાઢી રહી હતી. અચાનક એક ઘોંઘાના પેટમાંથી મોતી નીકળ્યો હતો. પહેલા તો તેને મામૂલી પત્થર સમજ્યો હતો પરંતુ પાછળથી ખબર પડી કે આ તો એક દુર્લભ મોતી છે. ઘોંઘાના પેટમાંથી મહિલાને ૧.૫ સેન્ટીમિટર ઓરેન્જ મેલો પર્લ મળ્યો હતો.

જ્યારે ઘોંઘાના પેટમાંથી મળેલા મોતીની ખબર ફેલાઈ તો વેપારીઓ તેને ખરીદવા માટે સામે આવ્યા હતા. ૩૦ જાન્યુઆરીએ મળેલા મોતીની કિંમત સૌથી પહેલા ૨૧ લાખ લગાવવામાં આવી. ત્યારબાદ થાઈલેન્ડના એક અન્ય કારોબારીએ ૮૮ લાખ કિંમત લગાવી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે આ મોતીના બદલે બે કરોડ ચૂકવવા માટે તૈયારી દાખવી હતી. જ્યારે ચીનના કારોબારીએ મોતીના બદલે બે કરોડ આપવાની વાત કરી તો લોકોને લાગ્યું કે મહિલા આને વેચી દેશે પરંતુ મહિલાને લાગે છે કે તેને મોતીના બદલે તેને વધારે પૈસા મળશે. આવી સ્થિતિમાં તે હજી ઊંચી કિંમતી રાહ જાેઈને બેઠી છે. મહિલાની માતા કેન્સરની દર્દી છે. આવી સ્થિતિમાં તે મોતી વેચીને માતાની સારવાર કરાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.