દરિયાપુરઃ રીક્ષામાં બેઠેલી મહિલાની નજર ચુકવી થેલીમાંથી ર૮ હજારની રોકડની ચોરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રીક્ષાગેંગોને શહેરમાં રાફડો ફાટ્યો છે. શેહરના નાગરીકોને રીક્ષામાં બેસાડીને મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચોરો-લૂંટારૂઓ નજર ચુકવીને ચોરી કરતાં હોય છે. જ્યારે કેટલાંક કિસ્સામાં છરી-ચાકુ જેવા હથિયારો બતાવીને લૂંટ પણ આચરતા હોય છે. પોતાના ઉછીના લીધેલા રૂપિયા પરત આપવા જતાં નરોડાથી એક મહિલાને પણ રીક્ષા ગેંગનો આવો જ કડવો અનુભવ થયો છે.
ઈદગાહથી દરિયાપુર જતાં સુધીમાં એક ચોર મહિલાને નજર ચુકવીને આ મહિલાના રૂપિયા ર૮ હજારની રોકડ ચોરી લીધી હતી.
ઘટનાક્રમની વિગત એવી છે કે પતિ સાથે નરોડા ખાતે રહેતા શિલ્પાબેન કેતનભાઈ પ્રજાપતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કેટલાંક સમય અગાઉ નણંદપાસેથી ઉછીના રપ હજાર રૂપિયા લીધા હતા. જે પરત આપવા માટે ગઈકાલે નીકળ્યા હતા ત્યારે શિલ્પાબેન પાસે રપ હજાર રૂપિયા ઉપરાંત ઘર ખર્ચના ૩ હજાર સહિત કુલ રૂ.ર૮ હજાર રોકડા હતા. બપોરે દોઢ વાગ્યાના સુમારે તે ઈદગાહ સર્કલથી દરિયાપુર ટાવર જવા રીક્ષામાં બેઠા ત્યારે એક મહિલા પણ તેમની સાથે રીક્ષામાં બેઠી હતી.
રસ્તામાં તેણે વોમિંટીંગ થતી હોવાની વાત કરી શિલ્પાબેનની નજર ચુકવીને તેમની પ્લાસ્ટીકની થેલી ફાડી નાંખી હતી. અને તેમાંથી રૂ.ર૮ હજારની રકમ ચોરી લીધી હતી. બાદમાં તે દરિયાપુર ટાવર પાસે ઉતરી જતાં થયેલી ફાટેલી હોવાનો તેમને ખ્યાલ આવ્યોહ તો. જા કે રીક્ષા ચાલક તેમની પાસેથી ભાલું લીધા વગર જ ત્યાંથી જતો રહ્યો હતો. ગભરાઈ ગયેલા શિલ્પાબેને પરિવારજનોને વાત કરતાં તમમ ચો્કયા હતા. અને બાદમાં દરિયાપુર પોલીછસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી છે.