દરિયાપુરમાં નાઈટ કરફ્યૂ દરમિયાન જુગાર રમતા ત્રણ ઝડપાયા
અમદાવાદ: અમદાવાદમાં આગામી ૧૪ મી જાન્યુઆરી સુધી નાઈટ કરફયૂ અમલમાં છે. ત્યારે રાત્રીનાં સમયે લોકો પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે અને બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
જાે કે કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો બિન્દાસ્ત પણે કરફયૂ નો ઉલ્લંઘન કરીને ગુનાહિત પ્રવુતિ ને અંજામ આપી રહ્યા છે. ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી ઘોડા મસ્જિદ પાસે વાહનો ની આડ કરીને કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા. પોલીસના કાને આ વાત આવતા તેમણે જુગાર ધામ પર રેડ પાડીને ઇમરાન પઠાણ, મોહમ્મદ મોઈન મિયાં શેખ, પ્રશાંત શાહ ની ધરપકડ કરી હતી.
જાેકે, જાવેદ નામનો એક ઈસમ ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલા ત્રણ ઈસમો જાેડેથી ૪૩૦૦ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ફરાર આરોપી શોધ શરૂ કરાઇ છે.