Western Times News

Gujarati News

દરિયામાંથી આતંકવાદના દરેક ખતરાને રોકવા નૌસેના તૈયાર: એમએસ પવાર

નવીદિલ્હી, આગામી દિવસોમાં મુંબઇ હુમલા ૨૬/૧૧ની વર્ષગાંઠ છે જેના પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવિત આતંકી હુમલાને નિષ્ફળ કરવા માટે સુરક્ષા દળોની પ્રશંસા કરી હતી ત્યારબાદ ભારતીય નૌસેનાએ કહ્યું કે સેના દરિયામાંથી થનાર આતંકવાદી હુમલાને નિષ્ફળ કરવા માટે પુરી રીતે તૈયાર છીએ. ભારતીય નૌસેનાના ઉપ પ્રમુખ વાઇસ એડમિરલ એમ એસ પવારે આશ્વાસન આપ્યું કે નૌસેના દરિયા કે સમુદ્રથી આતંકવાદના દરેખ ખતરાને હરાવવા માટે ખુબ સારી રીતે તૈયાર છે.

પવારે કહ્યું કે આગામી દિવસોમાં મુંબઇ આતંકી હુમલાને ૧૨ વર્ષ થનાર છે હું દેશને આશ્વસ્ત કરવા માંગુ છું કે ભારતીય નૌસે તમામ હિતધારકોની સાથે મળી દરિયા કે સમુદ્રથી આતંકવાદના દરેક ખતરાને હરાવવા માટે તૈયાર છે  આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન ખાતે આતંકવાદી સમૂહ જૈશ એ મોહમ્મદ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં જમીની સ્તર પર થનાર અભ્યાસને લક્ષિત કરવા માટે નાપાક કાવતરાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા હતાં.

એ યાદ રહે કે મુંબઇ આતંકવાદી હુમલો ૨૬ નવેમ્બર ૨૦૦૮થી ચાર દિવસ સુધી ચાલ્યો હતો જેમાં ૧૬૬ લોકો માર્યા ગયા હતાં અને ૩૦૦થી વધુ લોકોને ઇજા થઇ હતી. આ ભીષણ હુમલામાં નવ આતંકવાદી માર્યા ગયા હતાં અને એક આતંકવાદી જીવતો પકડાયો હતો.આંતકી અજમલ આમિર કસાબ જીવતો પકડાયા બાદ યરવદા સેન્ટ્રલ જેલમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી અને ૧૧ નવેમ્બર ૨૦૧૨ના રોક કસાબને પુણેની યરવદા જેલમાં ફાસી આપવામાં આવી હતી.Hs


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.