દરિયામાંથી બહાર આવ્યો છે એવું ન બને કે આપણી કશ્તી ત્યાં ડુબે જયાં પાણી ઓછુ હોય: વડાપ્રધાન
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સંક્રમણને લઇ એકવાર ફરી એલર્ટ કરતા કહ્યું છે કે દેશ આપદાના ઉડા દરિયામાંથી બહાર નિકળ્યો છે અને કિનારા તરફ વધી રહ્યો છે વડાપ્રધાન મોદીએ વેકસીન માટે ઓછો થઇ રહેલ ઇન્તેજાર તરફ ઇશારો કરતાં કહ્યું કે હજુ આપણે પહેલા કરતા વધુ જાગૃત રહેવું પડશે એવું ન થાય કે અમારી કશ્તી ત્યાં ડુબી જાય જયાં પાણી ઓછું હોય વડાપ્રધાને એ પણ વિશ્વાસ અપાવ્યો કે દેશને જે વેકસિન આપવામાં આવશે તે વૈજ્ઞાનિકોેની દરેક કસૌટી પર ખરી ઉતરશે.
મોદીએ કોરોનાની વિરૂધ્ધ અત્યાર સુધીના જંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણે આપદાના ઉડા સમુદ્રમાંથી બહાર આવ્યા છીએ દુનિયા માનતી હતી કે ભારત તો સંભાળી શકશે નહીં આપદા ઉડા દરિયામાંથી નિકળી આપણે કિનારા તરફ વધી રહ્યાં છે આપણા તમામ લોકોની સાથે તે જુની શાયરી ચાલે છે તેવું ન થાય કે અમારી કશ્તી પણ ત્યાં ડુબી જાય જયાં પાણી ઓછું હોય. આ સ્થિતિ આપણે આવવા દઇશું નહીં.
જે દેશમાં કોરોના ઓછો થઇ રહ્યો હતો ત્યાં તેજીથી સંક્રમણ ફેલાઇ રહ્યો છે આપણા દેશના અનેકરાજયોમાં પણ આ ટ્રેડ ચિંતાજનક છે આથી આપણા બધાને પહેલાથી વધુ જાગૃત રહેવુ પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મુખ્યમંત્રીઓએ કોવિડ ૧૯ રણનીતિ સંબંધી ફીડબેક લેખિતમાં સંયુકત કરવાનું આહ્વાન કરતા કહ્યું કે કોઇ પણ આપણા વિચારને થોપી શકે નહીં અને તમામને મળી કામ કરવું પડશે વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે ચિકિત્સા મહાવિદ્યાલયો અને જીલ્લા હોસ્પિટલોમાં યોગ્ય ઓકસીજનનો પુરવઠાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પીએમ કેયર્સ કોર્ષનો ઉપયોગ વેટિલેટરની પુરવઠા માટે કરવામાં આવ્યો છે.
મોદીએ કહ્યું કે કોવિડ ૧૯નો સામનો કરવા માટે કેટલાક લોકોનો બેદરકારીપૂર્ણ દ્ષ્ટિકોણ જાેવા મળ્યો છે આપણે ફરીથી જાગૃતિ ફેલાવવા માટે કામ કરવું પડશે વડાપ્રધાને મુખ્યમંત્રીઓને સંક્રમણ દર પાંચ ટકાથી ઓછો કરવા અને મૃત્યુ દર એક ટકાથી નીચે લાવવા માટે કામ કરવા કહ્યું આરટી પીસીઆર તપાસ વધારવાનું પણ આહ્વાન કર્યું વડાપ્રધાને રાજયોથી કોવિડ ૧૯ના ટીકાકરણ કાર્યક્રમની તૈયારી માટે જીલ્લા કે તાલુકા સ્તર પર કાર્યદળ કે સંચાલન સમિતિની રચના કરવા કહ્યું વડાપ્રધાને કહ્યું કે આપણા પ્રાથમિકતા તમામ માટે રસી ઉપલબ્ધ કરાવવાની છે રાજયને કોલ્ડ સ્ટોરેજ સહિત તમામ જરૂરી સુવિધાની વ્યવસ્થા કરવી જાેઇએ.
મોદીએ કોરોનાની વિરૂધ્ધ જંગના અલગ અલગ તબક્કાની ચર્ચા કરતા કહ્યું કે એક સમય હતો જયારે આપણા બધાની સામે પડકાર અજાણી શક્તિથી લડવાની હતી દેશે આ પડકારનો સામનો કર્યો નુકસાનને ઓછું રાખ્યું આજે ભારત રિકવરી અને મૃત્યુ દરના મામલામાં સારી સ્થિતિમાં છે ટેસ્ટિંગથી ટ્રીટમેંટ સુધીનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે વડાપ્રધાને કોરોનાના મુકાબલાના ૮-૧૦ મહીના બાદ દેશની પાસે વ્યાપક ડેટા અને અનુભવ છે તેમ જણાવી કહ્યું કે ા દરમિયાન ભારતના લોકોનો વ્યવહાર પણ અલગ અલગ તબક્કામાં અલગ અલગ રહ્યો.HS