દરિયા કિનારે જોવા મળ્યા એલિયન જેવા ડઝનબંધ જીવો
નવી દિલ્હી, દુનિયામાં ઘણા પ્રકારના પ્રાણીઓ છે, જેમાંથી કેટલાકને આપણે જાણીએ છીએ પરંતુ કેટલાક એવા પણ છે જેના વિશે આપણે બહુ જાણતા નથી. ખાસ કરીને મહાસાગરની દુનિયા એટલી રહસ્યમય છે કે અહીં વસતા કરોડો જીવોમાંથી કેટલાક વિશે તો આપણે સાંભળ્યું પણ નહીં હોય.
ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદ પછી આવા જ કેટલાક રહસ્યમય જીવો દરિયા કિનારે દેખાયા હતા. દરિયાની રેતી પર પડેલા આ જીવોને જાેઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી અનપેક્ષિત રીતે વરસાદ પડી રહ્યો છે.
વરસાદ પછી દેશના ઘણા દરિયાકિનારા પર વિચિત્ર પ્રાણીઓ મૃત પડ્યા હોવાના સમાચાર આવવા લાગ્યા અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી. આ પહેલા લોકોએ આ એલિયન જેવા જીવોને જાેયા નહોતા.
આ અનોખી ઘટનાને લઈને નિષ્ણાતો પણ આશ્ચર્યમાં છે. જે રીતે દરિયા કિનારે પડેલા જળચર જીવોની તસવીરો આવી રહી છે, તેમાંથી ઘણી અલગ છે. ક્રોનુલા, માલાબાર અને સેન્ટ્રલ કોસ્ટ પર જાેવા મળતા મોટાભાગના પ્રાણીસૃષ્ટિમાં વીડ સીડ્રેગન હતા. સીડ્રેગન રેતી પર તરંગો સાથે આવે છે, પરંતુ આ વખતે તેમની સંખ્યા ૧૦ ગણી વધારે છે.
યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજી, સિડનીમાં મરીન ઇકોલોજીના પ્રોફેસર ડૉ. ડેવિડ બૂથના જણાવ્યા અનુસાર, આ અચાનક હવામાનમાં થતા ફેરફારો અને પ્રદૂષણનું સંયોજન છે, જેના કારણે મોટા મોજાઓએ આ જીવોને સમુદ્રમાંથી ખેંચી લીધા હતા.
સિડની મોર્નિંગ હેરાલ્ડ સાથે વાત કરતા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સીડ્રેગન ઓસ્ટ્રેલિયાના સમુદ્રી ભાગમાં જાેવા મળે છે, પરંતુ તે ઘણીવાર પાણીમાં ખૂબ ઊંડા હોય છે. બદલાયેલા હવામાન અને પર્યાવરણની અસરને કારણે તેઓ આટલી મોટી સંખ્યામાં બીચ પર આવ્યા હતા.
સીડ્રેગન વિશે ગોતાખોરોમાં પણ ઘણો ઉત્સાહ જાેવા મળ્યો છે, કારણ કે તે દેખાવમાં પીળા, જાંબલી અને નારંગી જેવા તેજસ્વી રંગોમાં જાેવા મળે છે. તેઓ ૪૫ સેમી સુધી લાંબા હોઈ શકે છે અને રીફની નજીક સમુદ્રની ઊંડાઈમાં રહે છે. પરવાનગી વિના તેમને રાખવા અથવા કાપવા એ ગુનો ગણવામાં આવે છે.SSS