દરીયાપુરમાં પથ્થરમારા મામલે પ શખ્શો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ
પથ્થરમારા બાદ ટોળાએ વાહનો મુકી રસ્તા બ્લોક કરી દીધાનો ફરીયાદમાં ઉલ્લેખ
(પ્રતિનિધિ) અમદાવાદ, દરીયાપુરમાં વીજચોરીની તપાસ કરવા ગયેલી ટોરેન્ટ પાવરની ટીમ ઉપર ગુરૂવારે હુમલો કરવામાં આવ્યો હતો અને ભારે પથ્થરમારો કરવામાં આ મામલે દરીયાપુરના પોલીસ સબ ઈન્સ્પેકટર દ્વારા પાંચ શખ્શો વિરૂધ્ધ ગુનાહીત કાવતરું રચીને રોડ બ્લોક કરવા સહીતની ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે ટોરેન્ટ પાવરની ટીમ દરીયાપુરના નગીના પોળ, ઝીંઝીવાડ તથા ઘંટીવાળા ખાંચા સહીતના વિસ્તારોમાં વીજળી ચોરી થતી હોવાના પગલે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. દરમિયાનમાં સ્થાનિક લોકોનું ૧પ૦થી ર૦૦ લોકોનું ટોળુ એકત્ર થઈ ગયું હતું અને ટોરેન્ટની ટીમ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો ઉતારવાની ફરજ પડી હતી.
બાદમાં દરીયાપુરના પીએસઆઈ એ.બી ચૌધરીએ ફરીયાદ નોંધાવી હતી કે ટોરેન્ટ પાવરની ટીમ સાથે વીજ તપાસમાં જવાનું હોવાથી પોતે બંદોબસ્તની વહેંચણીમાં હાજર હતા ત્યારે સવારે વીજ તપાસની વિરોધમાં સ્થાનિક નાગરીકોએ ટોરેન્ટ કંપનીના માણસો તથા પોલીસ સ્ટાફ પર પથ્થરમારો કરી રહયા હોવાનો મેસેજ મળતાં જ
તેઓ તાત્કાલીક જાેર્ડન રોડ પર આવેલી નગીના પોળ ખાતે પહોચ્યા હતા જયાં પથ્થરમારો ચાલુ હતો ત્યારે અન્ય સ્ટાફ સાટે મળી પરિસ્થિતિ સંભાળી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પીટલ પહોચાડયા હતા. દરમિયાન લીમડીચોકમાં કેટલાક લોકો રસ્તો રોકીને બેઠેલા હોવાની જાણ થતાં તે ત્યાં પહોચ્યા હતા
જયાં ઘંટીવાળા ખાંચા અને લોખંડવાલા હોસ્પીટલ આગળ રીક્ષા તથા ટુ વ્હીલર મુકીને રસ્તા બ્લોક કીરને આશરે ર૦૦ જેટલા મહીલા- પુરૂષો સુત્રોચ્ચાર કરતા હતા જેમને સમજાવવા છતાં “ફરીવાર ટોરેન્ટ કંપની વીજચોરીના બહાને ચેકીંગમાં નહી આવે તેવી બાંહેધરી નહી આપવામાં આવે ત્યાં સુધી રસ્તો બંધ રહેશે” તેવી બુમો પાડતા હતા જેના કારણે રાહદાીરઓ પણ અટવાઈ ગયા હતા.
ટોળામાંથી ઓળખીને પીએસઆઈ ચૌધરીએ રફીક ઉર્ફે કાવા નુરભાઈ શેખ, હમીદુલ્લા મોહમદમીયા શેખ, કાસમ મોહમદભાઈ ચા વાળો (ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા) નઝીર પીર મોહમદ શેખ (લાલ બાવાનો ટીંબો) તથા સલીમ ઉર્ફે માણસ નામના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનાહીત કાવતરુ રચવા, રસ્તા બ્લોક કરવા ઉપરાંતના ગુના હેઠળ ફરીયાદ નોંધાવી હતી.