દરીયાપુર, કારંજ અને અમરાઈવાડીમાંથી વીસથી વધુ જુગારીઓ ઝડપાયા
અમદાવાદ: જુગાર ધામો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી સતત ચાલુ રહેતા શહેર પોલીસ દ્વાર દરીયાપુર કારંજ અને અમરાઈવાડી દરોડો પાડીને કુલ વીસથી વધુ શખ્શોને ઝડપી લઈને બે લાખ રૂપિયાથી વધુની મત્તા જપ્ત કરવામા આવી છે.
દરીયાપુરમાં પોલીસે બાતમીને આધારે પોપટીયાવાડ સૈયદ મંઝીલમા મોડી રાત્રે પોણા ત્રણ વાગ્યે દરોડો પાડ્યો હતો આ સ્થળે મહમદ હનીફ ઉર્ફે અનુડી શેખ અને તેનો ભાઈ ફરીદ ભેગા મળીને જુગાર ધામ ચલાવતા હતા પોલીસે દરોડો પાડીને પદર જુગારીઓ ઝડપી લીધા હતા અને સ્થળ પરથી સવા લાખથી વધુ માલમત્તા કબજે કરી હતી. જ્યારે કારંજ વિસ્તારમાં બાકર અલીની વાડીની સામે આવેલી ખોડીયાર ટેકરી નજીક કેટલાક શખ્શો જુગાર રમતાં હોવાની બાતમી મળી હતી
જેના આધારે રેઈડ કરતા વાહનોની આડમાં જુગાર રમતાં પાંચ શખ્શો મળી આવ્યા હતા રૂપિયા ૧ લાખથી વધુની મતા જપ્ત કરીને પોલીસે તમામ વિરુદ્ધ જુગારધામ હેઠળ ગુનો નોંધ્યો હતો. આઉપરાંત અમરાઈવાડી પોલીસે બે અલગ સ્થલે દરોડો પાડીને જુગાર અને સટ્ટો રમતા કુલ છ શખ્શોને ઝડપી પાડ્યા હતા.