Western Times News

Gujarati News

દરીયાપુર સાડા ચાર લાખની છેતરપીડી કરાતાં બાટાના સ્ટોર મેનેજર વિરુદ્ધ ફરીયાદ

અમદાવાદ : કર્મચારીઓ દ્વારા માલિકનો વિશ્વાસ જીતી લીધા બાદ માલ કે રોકડ નાણાંની ઉચાપત કરવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે જા કે કંપનીના હિસાબોમાં ક્યારેક ને ક્યારેક આવાત બહાર આવી જતી હોય છે આવી જ ઘટના દરીયાપુરમાં બની છે બાટાના શો રૂમના મેનેજરે માલ વેચાણમાં ગોટાળો કરી રૂપિયામાં સાડા ચાર લાખની ઉચાપત કરતાં તેના ઉપરી અધિકારીએ તેના વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોધાવી છે.

આ અંગેની સમગ્ર વિગત એવી છે કે બાટા શો રૂમનો એક સ્ટોર દિલ્હી દરવાજા બહાર દરીયાપુર ખાતે છે જેના સ્ટોર મેનેજર તરીકે ઈમરાન પીટુભાઈ સીધી રહે મુશીની ગલી, દરીયાપુર, ફરજ બજાવે છે બાટાના રીટેલ મેનેજર વિકાસ કુમાર સિગ ના અંડરમાં દરીયાપુર સિવાય અન્ય પાચ સ્ટોર આવે છે જેનું ઓડીટ સમયાતરે થતુ રહે છે.

કેટલાંક સમય અગાઉ ઓડીટ દરમિયાન હિસાબમાં ગોટાળો નીકળતાં ઈમરાને પોતાની ભુલ સ્વીકારીને માફી પત્ર લખી આપ્યુ હતુ જા કે ત્યારબાદ ફરીથી તેણે ગોટાળા ચાલુ રાખતા રૂપિયા સાડા ચાર લાખની ચોરી પકડતાં રીટેલ મેનેજર વિકાસભાઈએ તેના વિરુદ્ધ દરીયાપુરમાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.