દરેક કલાકે સરેરાશ ૨૭૧ લોકો કોરોનાથી સંક્રમિત થયા

પ્રતિકાત્મક
નવીદિલ્હી, લાકડાઉનના ચોથા ચરણનો તબક્કો પુરો થઇ ગયો છે જા કે આ તબક્કામાં આંકડાની વાત કરવામાં આવે તો લાકડાઉનનું આ ચરણ ખૂબ ખરાબ રહ્યું. આ દરમિયાન દરેક કલાકે કોરોનાના સરેરાશ ૨૭૧ નવા કેસ સામે આવ્યા. છેલ્લા એક સપ્તાહમાં દરરોજ કોરોનાના જવા દર્દીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો નોંધાયો છે. હવે ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા ૧ લાખ ૮૨ હજાર ૧૪૨ થઈ ગઈ છે.
૧૬ મેના રોજ લાકડાઉનનું ત્રીજું ચરણ ખતમ થયું હતું. તે સમયે દેશમાં દર્દીઓની કુલ સંખ્યા ૯૦,૯૨૭ હતી. પરંતુ હેવ દર્દીઓની કુલ સંખ્યા ૧,૮૨,૧૪૨ થઈ ગઈ છે. એટલે કે લાકડાઉન-૪માં દર્દીઓની સંખ્યામાં બેમણો વધારો થયો. હિસાબ લગાવવામાં આવે તો દરેક કલાકે કોરોનાના સરેરાશ ૨૭૧ નવા કેસ સામે આવ્યા.
લાકડાઉનના છેલ્લા ૬ દિવસ ખૂબ ખરાબ રહ્યા. ૨૪ મેના રોજ ૬૭૬૭ નવા દર્દી સામે આવ્યા. ૨૫ મેના રોજ તે વધીને ૬૯૭૭ પર પહોંચી ગયા. ૨૮ મેના રોજ તે ૭૪૬૬ થઈ ગયા. રવિવારે ૮૩૮૦ નવા કેસ નોંધાયા. શનિવારે આ આંકડો ૭૯૬૫ પર હતો.
જોકે, તેમાં રાહતની વાત એ છે કે રિકવરી રેટમાં પણ સતત સુધાર થઈ રહ્યો છે. ભારતમાં હવે રિકવરી રેટ ૪૭.૫૭ પર પહોંચી ગયો છે. દેશમાં જ્યારે પહેલું લાકડાઉન શરૂ થયું ત્યારે દર્દીઓને સજા થવાનો દર ૭.૧ ટકા હતો. બીજા લાકડાઉનમાં તે ૧૧.૪૨ ટકા સુધી પહોંચી ગયો. ત્યારબાદ તેમાં વધુ સુધાર થયો અને તે રેટ ૨૬.૫૯ ટકા સુધી પહોંચી ગયો. ૧૮ મેના રોજ જ્યારે લાકડાઉનનું ચોથું ચરણ શરૂ થયું તો આ આંકડો ૩૮ ટકા પર આવી ગયો.