Western Times News

Gujarati News

દરેક કામ માટે RTOમાં ફૂલેલો ફાલેલો ભ્રષ્ટાચાર

File

લાયસન્સ રીન્યુઅલ તથા નામ અને સરનામામાં ફેરફાર હવે ઓનલાઈન-એનઓસી લેવા કે ડુપ્લેકેટ લાયસન્સ પણ હવે ઓનલાઈન મળી શકશે
અમદાવાદ, ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરાવવાનું હોય કે પછી તેમાં કોઈ ફેરફાર કરાવવાનો હોય, આરટીઓમાં નાનકડા કામ માટે પણ કલાકો સુધી રાહ જાવી પડતી હોય છે. જા કે, હવે આ કામો માટે આરટીઓ ધક્કો ખાવાની જરૂર નહીં રહે. માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આગામી દિવસોમાં લાયસન્સ રીન્યુ કરવાની કે તેમાં નામ અને સરનામું બદલવાની કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવશે.

નોંધનીય છે કે આરટીઓમાં દરેક કામ માટે લાંચ આપવી પડતી હોય છે. જા લાંચ આપવામાં ન આવે તો તમને કોઈને કોઈ બહાના હેઠળ પરત મોકલવામાં આવતા હતા. તાજેતરમાં લાયસન્સ માટે રૂ.૧ર૦૦ની લાંચ લેતા સ્ટાફ ઝડપાયો હતો. જેના લીધે મોટાભાગની કામગીરી ઠપ્પ જેવી થઈ ગઈ છે.

લાયસન્સને લગતી ૧૦ પ્રકારની કામગીરી આરટીઓમાં થતી હોય છે.
આ વર્ષે જ લાયસન્સ રીન્યુ કરાવવાની કામગીરી ઓનલાઈન કરવામાં આવી હતી. જાકે તે સિવાય એડ્રેસ બદલવા, નામ બદલવા, એનઓસી લેવા કે ડુપ્લીકેટ લાયસન્સ કઢાવવા માટે આરટીઓ જવાની જરૂર નથી.લાયસન્સમાં નવી કેટેગરી એડ કરાવવા ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ તેમજ પીએસવી બેજ માટે હજુય આરટીઓ જવું પડશે.

હાલમાં લાયસન્સ માટેની મોટાભાગની કામગીરી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. આરટીઓ દ્વારા ફી લેવાનું પણ ઓનલાઈન કરી દેવાયું છે.ે ઓનલાઈન અરજી કર્યા બાદ પણ આરટીઓ કચેરી જવું પડતું હોય છે. અત્યારે આરટીઓ કચેરીમાં એક હજાર જેટલા અરજદારો આવે છે. ઓનલાઈન સર્વિસ શરૂ થઈ જાય તો ૬૦ ટકાનો ઘટાડો થાય તેમ છે. આરટીઓમાં સૌથી વધુ અરજીઓ નવા લાયસન્સ તેમજ રીન્યુઅલ માટે આવતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.