Western Times News

Gujarati News

દરેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે: નરેન્દ્ર મોદી

અમદાવાદ, વડાપ્રધાન મોદીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર મારું ગામ, મારું ગુજરાત થીમ પર યોજાયેલા પંચાયત મહાસંમેલનમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી સ્વરૂપે દરેક ગામમાં ૭૫ વૃક્ષો વાવવા માટે ગામના આગેવાનોને અપીલ કરીને કહ્યું કે, ગુજરાતના ગામડાઓમાં અમૃત મહોત્સવનું આવું નાનકડું પણ મોટું કામ કરવું જાેઈએ.

દરેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર થાય. ખેતરમાં કેમિકલ નાખવાનું બંધ કરીને ધરતી માને પીડામાંથી મુક્ત કરવાની જવાબદારી આપણી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદ્ભાગ્ય છે કે ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલાઓ વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે.’ તેમણે વધુમાં કહ્યું કે, આટલી મોટી મહામારી, આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી એ કોરોનાને ગામડામાં પહોંચતા મોઢામાં ફીણ આવી ગયા.

કોરોનાના કાળખંડમાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને ગામડામાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું. લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા.

આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આર્ત્મનિભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જાેતા હતા.

દરમિયાનમાં મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત માટે આજનો દિવસ અવસરથી ઓછો નથી. ગ્રામ પંચાયતોને જાહેર વહીવટમાં પ્રાધાન્ય આપવાનો ગુજરાતનો ઈતિહાસ રહ્યો છે. મહાત્મા ગાંધીએ ગામડાઓને સક્ષમ બનાવવા પ્રેરણા આપી હતી.

વડાપ્રધાને ગામડાઓની ગ્રાન્ટમાં ધરખમ વધારો કર્યો છે. હું સરપંચો વતી તમારો આભાર વ્યક્ત કરૂં છું. હાલમાં ઈ-ગ્રામ પંચાયત કેન્દ્રો પરથી ૫૬ જેટલી સેવાઓ આપવામાં આવી રહી છે. આવકના દાખલા હવે ત્રણ વર્ષ માટે માન્ય ગણવાનો ર્નિણય લેવાયો છે. આવશ્યક ન હોય એવી સેવામાં એફિડેવિટમાંથી મુક્તિ આપી છે. બજેટમાં ૪૦૦૦ ગામોમાં ફ્રી વાઈફાઈ સેવા આપવાનો ર્નિણય લીધો છે. ગામડાઓમાં એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નિર્માણ પામી રહી છે.

વડાપ્રધાન મોદી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. જીએમડીસી ખાતે વડાપ્રધાને પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. ત્યાર બાદ તેમણે ૫ ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું હતું.

વડાપ્રધાન મોદી રાજભવન ખાતેથી જીએમડીસી ગ્રાઉન્ડ જવા માટે રવાના થયા. ત્યાં તેઓ પંચાયત મહાસંમેલનને સંબોધન કર્યું. ‘મારૂં ગામ, મારૂં ગુજરાત’ થીમ પર યોજાનારા આ મહાસંમેલનમાં વડાપ્રધાન સરપંચો સહિત ૧.૫૦ લાખ લોકોને સંબોધન કર્યું.

પંચાયત મહાસંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી ગ્રામપંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા. પંચાયત સંમેલનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિ તથા ધારાસભ્યો અને સાંસદ સભ્યો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. જીએમડીસી ખાતે તૈયાર કરવામાં આવેલા વિશાળ ડોમમાં બેસવા માટે ૧ લાખથી વધારે ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગાંધીનગર રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજભવનના વરિષ્ઠ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાનનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાનની બેઠક પૂર્ણ. બેઠકમાં વડાપ્રધાને ભાજપના પદાધિકારીઓને સંબોધીત કર્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ તેઓ રાજભવન ખાતે જવા માટે રવાના થયા હતા.

એરપોર્ટથી કમલમ સુધીના ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન મોદી કમલમ ખાતે ભાજપના ધારાસભ્યો, સાંસદો, પક્ષના હોદ્દેદારો સાથે સંવાદ સાધ્યો. આ બેઠક માટે પદાધિકારીઓ સહિત માત્ર ૪૩૦ આગેવાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સુરક્ષાના કારણોસર સૌ આગેવાનોને ડિઝિટલ કિયોસ્કથી જ કમલમમાં પ્રવેશ મળવાનો હોવાથી પોતાના કોઈ વ્યક્તિને નલાવવા અને પ્રદેશ કાર્યલાયમાં સામૂહિક વાહનમાં આવવા આદેશ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન સાથે સ્ટેજ પર ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ સહિતના ૧૦ નેતાઓ જ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટથી કમલમ સુધીના ૧૦ કિમી લાંબા રોડ શો બાદ આશરે ૨ કલાકે વડાપ્રધાન મોદીનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. કમલમના પ્રવેશ દ્વાર ખાતે ફૂલોનો વરસાદ કરીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.