દરેક ચીકીત્સા પદ્ધતિને એક કરી ખીચડી પદ્ધતિ બનાવવા ના પ્રયાસ સામે
મોડાસા તબીબો હડતાળ પર,તબીબોએ ઇમરજન્સી સારવાર આપી
મિક્સોપથીની નીતિ એલોપથી અને આયુર્વેદનો મૃત્યુઘંટ વગાડશે. સેન્ટર કાઉન્સિલ ફોર ઇન્ડિયન મેડિસિન દ્વારા એક નોટિફિકેશન બહાર પડ્યું છે જેનો વિરોધ ડોકટર્સ કરી રહ્યા છે.જેમાં અનુસ્નાતક કક્ષાના આયુર્વેદિક ડોક્ટર્સને ૫૮ પ્રકારની સર્જરી કરી શકવાની છૂટ આપતા સરકારની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે સમગ્ર દેશમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના દ્વારા તમામ ખાનગી ક્લિનિકમાં કોવિડ સિવાયની ઓ.પી.ડી. બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો જેમાં મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના તબીબોએ સવારે ૬ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી ઓપીડી સારવાર આપવાથી અળગા રહ્યા હતા જો કે ઇમરજન્સી અને થેલેસેમિયા થી પીડાતા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી
કેમ તબીબો સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે તેના પર એક નજર
દરેક સાયન્સ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે તેમાં નેચરોપથી, આયુર્વેદ, હોમિયોપથી અલગ સાયન્સ ધરાવે છે. એલોપથી 500 વર્ષમાં ડેવલપ થયેલું આધુનિક સાયન્સ છે અને એ દર્દમાં ઉપચાર માટે વધુ અસરકારક પૂરવાર થઈ છે. હવે, એમ.બી.બી.એસ. ડોક્ટરને સર્જરી કરવાની છૂટ નથી.
એમ.બી.બી.એસ. થયાં પછી સુપર સ્પેશિયાલિટી કોર્સ કરે તે પછી જ સર્જરી કરવાની છૂટ મળે છે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન અને નીતિ આયોગની ચાર પાંખે આયુષ ડોક્ટર્સ ચાર વર્ષના કોર્સ કર્યા પછી બે વર્ષનો કોર્સ કરે તે પછી 39 સર્જરી કરી શકશે તેવી છૂટ આપી છે. આ નીતિનો એલોપથી ડોક્ટર્સ વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.
એલોપથી ડોક્ટરની દલીલ છે કે, સર્જરીમાં ઈન્ફેક્શન સહિત અનેક બાબતોની તકેદારી રાખવી પડે છે. આયુષ એટલે કે આયુર્વેદને પ્રોત્સાહન આપવું જરૂરી છે પણ એમના સાયન્સમાં આગળ વધે તે જરૂરી છે. પણ, શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય નાગરિકો વધુ ભોગ બને તેવી ભીતિ વ્યક્ત કરીને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યાં છે
દિલીપ પુરોહિત. બાયડ.