દરેક નાગરિક સુધી વેક્સીનનું સુરક્ષાકવચ પહોંચશે, લાંબી લડાઈ લડવાની છે : વડાપ્રધાન
નવીદિલ્હી: વડાપ્રધાન મોદીએ શુક્રવારે કોરોના સંકટને ધ્યાને લઈ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના ડૉક્ટરો સાથે સીધો સંવાદ કર્યો. ડૉક્ટરો સાથે વાત કરતાં પીએમ મોદી ભાવુક થઈ ગયા. વડાપ્રધાને કહ્યું કે કોવિડની વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં આપણે અનેક સ્વજનોને ગુમાવી દીધા છે.
વડાપ્રધાન મોદી સંબોધનની શરૂઆતમાં કહી રહ્યા હતા કે દેશે કોરોના સામે મજબૂત લડાઈ લડી પરંતુ આપણા પરિવારના અનેક લોકોને આપણે પરત ન લાગી શક્યા. આટલું કહ્યા બાદ વડાપ્રધાન ભાવુક થઈ ગયા. વડાપ્રધાને કહ્યું કે, આ વાયરસે આપા અનેક સ્વજનોને છીનવ્યા છે. હું તે તમામ લોકોને મારી શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કાશીનો એક સેવક હોવાના કારણે દરેક કાશીવાસીઓનો આભાર માનું છું. વિશેષ રૂપથી ડૉક્ટરો, નર્સ અને સ્વાસ્થ્યકર્મીઓ’નો આભાર માનું છું, તેમનું યોગદાન સરાહનીય છે. આ વાયરસે આપણા અનેક સ્વજનોને આપણાથી છીનવી લીધા છે. હું તે તમામ લોકોને મારી શ્રદ્ધાંજલિ આપું છું. તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, બીજી લહેર દરમિયાન પ્રશાસને જે તૈયારીઓ કરી છે, તેને કેસ ઘટ્યા બાદ પણ આપણે આવી જ હંમેશા તૈયાર રાખવાની છે. સાથોસાથ આંકડાઓ અને સ્થિતિ પર સતત નજર રાખવાની છે. તેઓએ કહ્યું કે, આપણી આ લડાઈમાં બ્લેક ફંગસ વધુ એક પડકાર તરીકે સામે આવ્યું છે. તેનો સામનો કરવા માટે જરૂરી સાવધાની અને વ્યવસ્થા પર ધ્યાન આપવું જરૂરી છે. વડાપ્રધાને કહ્યું કે, કોવિડની વિરુદ્ધ ગામોમાં ચાલી રહેલી લડાઈમાં આશા અને છદ્ગસ્ બહેનોની ભૂમિકા ખૂબ અગત્યની છે. હું ઈચ્છું છુંકે તેમની ક્ષમતા અને અનુભવનો વધુમાં વધુ લાભ લેવામાં આવે.
વડાપ્રધાને કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં આપણે વેક્સીનની સુરક્ષા પણ જાેઈ છે. વેક્સીનની સુરક્ષાના કારણે ઘણે અંશે આપણા ફ્રન્ટલાઇન વર્કર્સ સુરક્ષિત રહીને લોકોની સેવા કરી શક્યા છે. આ સુરક્ષા કવચ આવનારા સમયમાં દરેક વ્યક્તિ સુધી પહોંચશે. આપણે પોતાનો વાર આવતાં વેક્સીન ચોક્કસ લેવાની છે. વડાપ્રધાને કહ્યું કે જ્યાં બીમાર ત્યાં ઉપચાર, આ સિદ્ધાંત પર માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન બનાવીને જે રીતે તમે શહેર અને ગામોમાં ઘરે-ઘરે દવાઓ આપી રહ્યા છો, તે ખૂબ સારી પહેલ છે. આ અભિયાનને ગ્રામ્ય વિસ્તારોમાં જેટલું શક્ય હોય તેટલું વ્યાપક બનાવો.
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે કોરોના મહામારીમાં દરેક દેશવાસીએ પોતાના રક્ષણ માટે એક અંગત લડાઈ પણ લડવાની છે. અત્યારે આ વાયરસનું સંક્રમણ પહેલાં કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશની હોસ્પિટલોમાં દર્દીઓને પણ વધુ સમય સુધી દાખલ રહેવું પડે છે. આ મહામારીએ દેશની આરોગ્ય વ્યવસ્થાને ખોરવી દીધી છે.
મોદીએ વારાણસીના ડૉકટર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આપણે સૌ વારાણસીમાં કોરોનાવાયરસને કાબૂમાં લાવવા માટે સફળ રહ્યા છીએ, પરંતુ અત્યારે દરેકનું ધ્યાન વારાણસી અને પૂર્વાંચલનાં ગામને બચાવવા પર કેન્દ્રિત હોવું જાેઇએ.મોદીએ મહામારીને નાથવા માટે મંત્ર આપ્યો હતો કે ‘જ્યાં બીમાર, ત્યાં સારવાર’. આ મંત્રને અનુસરીને પ્રધાનમંત્રી મોદીએ આગામી સમયમાં વધુ સતર્ક રહેવાની જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે બધા એક અજ્ઞાત શત્રુનો સામનો કરી રહ્યા છે, જે સમયાંતર વેશ બદલીને હુમલો કરે છે. આગામી સમયમાં આપણે બાળકોને સુરક્ષિત રાખવાનાં છે. પીએમ મોદીએ આ અંગે વધુ સતર્કતા દાખવવા અપીલ કરી હતી. તેમણે બ્લેક ફંગસનાં રોગ અંગે પણ સાવચેતી રાખવાની સલાહ આપી હતી.
કોરોનાની બીજી લહેર અને બ્લેક ફંગસ રોગના કહેર વચ્ચે નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યના સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરીને મહામારીને નાથવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે. વારાણસીના ડૉકટરો સાથે ચર્ચાવિચારણા કર્યા પહેલા મોદીએ છેલ્લા કેટલાક દિવસોમાં ૧૦૦ જિલ્લાના ડીએમ સાથે પણ વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ ડોક્ટરોને આગળ જણાવ્યું કે તમારા તપના કારણે અને દરેકના પ્રયત્નોના કારણે મહામારીના આ સમયને તમે ઘણી હદ સુધી સંભાળ્યો છે. પરંતુ અત્યારે સંતોષનો સમય નથી. હજુ આપણે એક લાંબી લડાઈ લડવાની છે. અત્યારે આપણે વારાણસી અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર પણ ખૂબ ધ્યાન આપવાનું છે.
પ્રધાનમંત્રીએ વારાણસીમાં બ્રિગેડિયર એસ બવેજા, પ્રોફેસર કે કે ગુપ્તા, ડો. પ્રસન્ન કુમાર અને ડો. અસીમ મિશ્રા સાથે વાતચીત કરી. આ વાતચીતમાં પીએમએ કહ્યું, ‘આ વાયરસે આપણા લોકોને છીનવી લીધા છે. હું તે દરેક લોકોને શ્રદ્ધાંજલી આપુ છું. તેમના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરું છું.’