Western Times News

Gujarati News

દરેક પેઢી માટે આદર્શ છે મહાત્મા ગાંધી: પ્રધાનમંત્રી

નવી દિલ્હી, આજે ૨જી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે દેશના પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ જઈને બાપુને જન્મ જયંતી પર પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી.

આ ઉપરાંત લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ રાજઘાટ જઈ બાપુને શ્રદ્ધાંજલિ આપી. રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ વિજયઘાટ જઈને પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતી છે.

મહાત્મા ગાંધીની જયંતી પર પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ‘રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી.

આ ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તથા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદી રાજઘાટ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે આજે તેઓ અનેક યોજનાઓની શરૂઆત પણ કરશે. વડાપ્રધાન મોદી ૧૧ વાગ્યે ગ્રામ પંચાયતો અને જળ સમિતિઓ સાથે સંવાદ પણ કરશે. મહાત્મા ગાંધી જયંતિ પર પીએમ મોદીએ ટ્‌વીટ કર્યું છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.

પૂજ્ય બાપૂનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે. આજે દેશના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે.

પીએમ મોદીએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મ જયંતિ પર શત શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે. નવી દિલ્હી ખાતે આવેલા ગાંધીજીની સમાધિને રાજઘાટ કહેવામાં આવે છે.

ગાંધી જયંતિ પ્રસંગે નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજઘાટ પર પહોંચીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગાંધીજીનો જન્મ બીજી ઓક્ટોબર ૧૮૬૯ના રોજ થયો હતો. દેશને આઝાદી અપાવવા માટે તેમણે અંગ્રેજાે સામેની લડતનું નેતૃત્વ કર્યું હતું. અહિંસક વિરોધના તેમના મંત્રને આજે આખી દુનિયા સન્માન સાથે યાદ કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.