દરેક માણસનો અવાજ અલગ-અલગ કેમ હોય છે? જાણો છો
અવાજ માટેની ધ્રુજારી સ્વરયંત્રના પડદાથી થાય છે, સ્વરયંત્રમાંથી હવા ધકેલાય તો પડદો ધ્રૂજે છે અને પડદો ધ્રુજવાથી અવાજ થાય છે
ક્યારેય માણસનો વિચાર્યું છે કે દરેક માણસનો અવાજ અલગ-અલગ કેમ હોય છે કે આપણે અવાજ સાંભળતાં જ ઓળખી જઈએ છીએ કે એ અવાજ કોનો છે? કારણ કે દરેક માણસના અવાજની ધ્રુજારી, એનું જાેર અને લઢણ જુદાં-જુદાં હોય છે.
અવાજ માટેની ધ્રુજારી આપણા સ્વરયંત્રના પડદાથી થાય છે.
સ્વરયંત્રમાંથી હવા ધકેલાય તો પડદો ધ્રૂજે છે અને પડદો ધ્રૂજવાથી અવાજ થાય છે. જેમ દરેક માણસના હાથ-પગ, નાક-કાન અલગ-અલગ આકારના હોય છે એમ દરેક માણસના સ્વરયંત્રના પડદા પણ નાના, મોટા-જાડા કે પાતળા હોય છે. આના કારણે દરેક માણસ બોલે ત્યારે પડદાની ધ્રુજારી વધારે કે ઓછી થાય છે એટલે અવાજ બદલાઈ જાય છે.
બોલવા માટે આપણે ફેફસામાંથી હવા ધકેલવી પડે છે. જેથી એ સ્વરયંત્રમાંથી ફુંકાઈને એનો પડદો ધ્રુજાવી આપે. જાે ફેફસામાંથી હવાનો ધક્કો ધીમો આવે છે અને જાે હવાનો ધક્કો જાેરથી વાગે તો અવાજ મોટો આવે છે. આ સિવાય ખાવા-પીવાની ટેવના કારણે કે બીમારીના કારણે જાે સ્વરયંત્રના પડદા પર ચીકાશ જામી જાય તો અવાજ બદલાઈ જાય છે.
બીજું નાનપણમાં બોલતી વખતે મોઢું, દાંત, વગેરે ભીંસવાની જાે ટેવ પડી હોય તો પણ અવાજ બદલાય છે અને આ આદતો દરેકમાં એક સમાન તો હોય નહીં એટલે જ દરેકનો અવાજ પણ અલગ હોય છે.