દરેક રાજ્યો માટે CAAનો અમલ ફરજિયાત : કપિલ સિબ્બલ
નવીદિલ્હી: કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, જો નાગરિકતા સંશોધન કાયદો પસાર થઇ ચુક્યો છે તો કોઇ પણ રાજ્ય તેને લાગુ કરવાનો ઇન્કાર કરી શકે નહી. સીએએને લાગુ કરવાનો ઇન્કાર કરવા શક્ય નથી અને તેને લાગુ કરવાનો ઇન્કાર કરવો પણ અસંવૈધાનિક ગણાશે. સિબ્બલે આ સાથે કેરળનાં રાજ્યપાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. સિબ્બલે કહ્યું કે, કેરળનાં રાજ્યપાલને સંવિધાન અંગે કોઇ જ આઇડિયા નથી. તેમણે શનિવારે આ વાત કેરળનાં લિટરેચર ફેસ્ટિવલમાં કહી છે. કપિલ સિબ્બલે કહ્યું કે, જો સીએએ પાસ છે તો કોઇ પણ રાજ્ય તેમ ન કહી શકે તે અમે તેને લાગુ નહી કરીએ. શક્ય જ નથી.
અસંવૈધાનિક છે. તમે તેનો વિરોધ કરી શકો છો. તમે વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરી શકો છો અને સરકારને અપીલ કરી શકો છો કે તેને પાછો ખેંચવામાં આવે. કપિલ સિબ્બલે આ વાત એવા સમયે કરી છે જ્યારે કેરળ અને પંજાબ સરકારે સીએએ ને રાજ્યમાં લાગુ કરવાનો ઇન્કાર કર્યો છે. કેરળ સરકારે વિધાનસભામાં પ્રસ્તાવ પાર કરવાનાં રાજ્યનાં સીએએને નહી લાગુ કરવાની વાત કરી છે. પંજાબની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે શુક્રવારે સીએએ વિરુદ્ધ આ પ્રસ્તાવ પાસ કર્યો હતો. તેમાં તેમણે કહ્યું કે, આ કાયદાથી રાષ્ટ્રનાં ધર્મનિરપેક્ષ તાણાવાણા છિન્ન ભિન્ન થવાનો ખતરો વધી ગયો છે. એવામાં સરકાર નાગરિકતા સંશોધન કાયદો, રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર અને રાષ્ટ્રીય જન સંખ્યા રજીસ્ટર અંગે સદનની ઇચ્છા અનુસાર આગળ વધશે.
કેપ્ટન અમરિંદર સરકાર તરફથી રજુ કરવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, સીએએ ફોર્મેટ દેશના સંવિધાન અને તેની મુળ ભાવના વિરુદ્ધ છે. આ દેશનાં કેટલાક ધર્મનિરપેક્ષ લોકોની ઓળખને ખત કરવાનો પ્રયાસ છે. આ એક્ટ દ્વારા પ્રવાસી ભારતીયોને વહેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તે સમાન અધિકારની વિરુદ્ધ છે. અગાઉ ડિસેમ્બર ૨૦૧૯માં કેરળ વિધાનસભાએ હાલમાં જ વિવાદાસ્પદ કાયદાને રદ્દ કરવાની માંગ કરતો એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. એવું કરનાર કેરળ દેશનું પ્રથમ રાજ્ય હતું. તેણે કેન્દ્ર પાસે દેશવ્યાપી વિરોદ ચાલુ કરનારા વિવાદાસ્પદ કાયદાને રદ્દ કરવા માટે જણાવ્યું.