દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, કોરોનાનું સંકટ દેશ અને દુનિયામાં લગાતાર યથાવત છે. ભારતમાં કોરોનાની અનેક રસી પર ટ્રાયલ ચાલુ છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે જયારે ભારતને રસી મળશે ત્યારે દરેકને તે રસી આપવામાં આવશે. કોરોના સંકટને લઈને પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારતમાં લેવાયેલા નિર્ણયો અને લોકોની મદદથી અનેકનો જીવ બચી ગયો છે. લોકડાઉન લાગુ કરવા અને પછી અનલોક પ્રક્રિયામાં જવાનો સમય સંપૂર્ણપણે યોગ્ય હતો.
પ્રધાનમંત્રીએ કોરોના વેક્સિનને લઈને ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનના સવાલમાં કહ્યું હતું કે, હું દેશને આશ્વસ્ત કરાવવા માંગુ છું કે, દેશમાં વેક્સિન ઉપલ્બ થશે. દરેક નાગરિકોને તે દેવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. કોરોના સંકટને લઈને પ્રધાનમંત્રીએ ભારત સરકારના સમય પર લેવામાં આવેલા નિર્ણયો અને લોકોની મદદથી ઘણા જીવન બચાવી શકે છે.
લોકડાઉન લગાવવા અને ફરી અનલોકની પ્રક્રિયામાં જવાની ટાઈમીંગ સાચી હતી. ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસનું સંકટ હજુ પણ યથાવત છે. તેવામાં લોકોએ સાવધાની રાખવી જોઈએ. તહેવારોના દિવસોમાં લોકોએ વધારે સતર્ક રહેવું જોઈએ. આ કોઈ પણ પ્રકારની ઢીલ દેવાનો સમય નથી.