દરેક લોકો વેક્સીન લગાવીને આરામની જિંદગી જીવવા ઈચ્છે છે
મુંબઇ: કોરોના સામે લડવા માટે દેશમાં વેક્સીનેશન થઈ રહ્યું છે અને અનેક દેશને વેક્સીનની અછતનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ સમયે મહારાષ્ટ્રના રાજ્ય મંત્રી અને મુખ્યમંત્રી ઉદ્દધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનું કહેવું છે કે તેઓ વિદેશથી વેક્સીન ખરીદવા ઇચ્છે છે અને સાથે તેઓએ દાવો કર્યો છે કે જાે તેમને પરમિશન મળશે તો તેઓ ફક્ત ૩ અઠવાડિયામાં મુંબઈના તમામ લોકોને વેક્સીન આપી શકશે.
આ સાથે તેઓએ એક ટિ્વટ કરી છે. જેમાં કહ્યું છે કે અમે વિદેશથી વેક્સીન ખરીદવાનું વિચારી રહ્યા છીએ. જાે આ શક્ય બનશે તો અનેક ચીજાે બદલાઈ જશે. અમે મુંબઈમાં વેક્સીન લગાવવા માટે રોડમેપ તૈયાર કર્યો છે. અને તેના આધારે વેક્સીનેશનનું કામ ફક્ત ૩ અઠવાડિયામાં મુંબઈમાં પૂરું કરી શકાશે.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે વેક્સીનને લઈને લોકોનો ડર ખતમ થયો છે. દરેક લોકો વેક્સીન લગાવીને આરામની જિંદગી જીવવા ઈચ્છે છે. તેઓએ કહ્યું કે વિદેશથી વેક્સીન ખરીદવાને લઈને આખો પ્લાન તૈયાર છે. મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરથી સૌથી વધારે પ્રભાવિત છે. હાલમાં મુંબઈમાં કેસ ઘટતાં રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે સોમવારે કહ્યું કે ૧,૮૦,૮૮,૦૪૨ થી વધારે લોકોને વેક્સીનનો ડોઝ મળ્યો છે. રવિવારે અહીં ૧,૧૦,૪૪૮ ડોઝ અપાયા હતા. તો ૧ મેના રોજ પણ ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનેશન શરૂ કરાયું હતું. ૧૧ દિવસમાં આ ઉંમરના ૪,૩૬,૩૦૨ લોકોને વેક્સીન અપાઈ છે.