દરેક વિભાગમાં ૧૫ ટકા એશિયનની નિમણૂક કરવા બિડેન સરકારનો આદેશ
વોશિંગ્ટન: અમેરિકામાં એશિયન વંશના લોકોની સુખાકારી માટે રાષ્ટ્રપતિ જાે બિડેન એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા એક આયોગની રચના કરવા જઇ રહ્યા છે. આ આયોગ રાષ્ટ્રપતિને સલાહ આપશે કે જાહેર, ખાનગી અને બિન-લાભકારી ક્ષેત્ર એશિયન સમુદાયની સુધારણા માટે કેવી રીતે મળીને કામ કરી શકે. આ સાથે રાષ્ટ્રપતિએ તમામ વિભાગોમાં ઓછામાં ઓછા ૧૫% એશિયન અમેરિકની નિમણુક કરવા માટે નિર્દેશ જાહેર કર્યા છે. તે જ સમયે, વ્હાઇટ હાઉસમાં એક વરિષ્ઠ સંપર્ક અધિકારીની નિમણૂક કરવામાં આવશે, જે સમુદાય માટે કામ કરશે.
છેલ્લા કેટલાક મહિનામાં યુ.એસ. માં એશિયન લોકો સામે હિંસા અને ભેદભાવના કિસ્સાઓમાં વધારો થયો છે. ગયા વર્ષે આવી ૬,૬૦૦ થી વધુ ઘટનાઓ બની છે.
તેથી જ સરકાર એશિયન-અમેરિકન સમુદાય સામેના પક્ષપાત અને નફરતને રોકવા માટે ભંડોળ આપશે. આ જૂથમાં સંઘીય કાર્યક્રમો અને યોજનાઓ લાવવા ભાષાના નિષ્ણાતોની ભરતી કરવામાં આવશે. રાષ્ટ્રીય વિજ્ઞાન ફાઉન્ડેશન હાલમાં યુ.એસ. માં આવા ૧૦૦ જેટલા કાર્યક્રમો માટે નાણાં પૂરાં પાડે છે. ફાઉન્ડેશને આના પર રૂ .૨૩૮ કરોડનું રોકાણ કર્યું છે. એશિયન અમેરિકન કાર્યકરોએ જણાવ્યું હતું કે બિડેન ની પહેલ પ્રવાસી સમૂહો ને ઐતિહાસિક વેગ મળશે.
એશિયન સમુદાયના નેતા અને બિડેનના સહયોગી શેખર નરસિમ્હેન કહે છે – એશિયન-અમેરિકનો વિરુદ્ધ નફરતનાં ગુનાઓનું દસ્તાવેજીકરણ થશે. નફરતના ગુનાનું મોનિટરિંગ સરળ બનશે. દાખલા તરીકે, આ વર્ષે ૧૬ માર્ચે ૮ એટલાન્ટા-ક્ષેત્રના ત્રણ મસાજ પાર્લરમાં થયેલા ગોળીબારમાં ૮ લોકો માર્યા ગયા હતા, જેમાં છ એશિયન મહિલાઓ હતી. નવો કાયદો આવ્યા બાદ શૂટિંગ માટે જવાબદાર લોકો પર નફરતનો ગુનો પણ લાગુ કરવામાં આવશે. અત્યારે માત્ર હત્યાનો કેસ ચાલે છે.
સરકારે તાજેતરમાં કોવિડ -૧૯ હેટ ક્રાઇમ એક્ટ પસાર કર્યો છે. આ એફબીઆઇને હેટ ક્રાઇમ ઓળખવામાં અને પીડિતોને ઝડપી ન્યાય આપવામાં મદદ કરશે. ન્યાય વિભાગમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે, જે નફરતના ગુનાની સમીક્ષા કરશે. એશિયન સમુદાયના ઘણા લોકો અંગ્રેજીમાં સ્પષ્ટ બોલી નથી શકતા. તેથી તેમની ભાષા બોલતા લોકોને તૈનાત કરવામાં આવશે.
યુ.એસ. માં, આશરે સવા બે કરોડ લોકો એશિયન દેશોમાંથી આવ્યા છે. તેમાં આશરે ૫૨ લાખ ચાઇનીઝ અને ૪૨ લાખ ભારતીય છે. યુ.એસ. માં છેલ્લા એક દાયકામાં એશિયન લોકો ની વસ્તી માં બહુ મોટો વધારોથયો છે.