દરેક વ્યક્તિએ પોતાની વ્યક્તિગત રાજકીય માનસિકતાને બાજુ પર મુકી ભારતને બચાવવા માટે સાથે આવવું જાેઇએ: સ્ટાલિન

નવીદિલ્હી, તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમ કે સ્ટાલિુને તમામ પક્ષોને ભાજપ વિરૂધ્ધ એક સાથે આવવાની સલાહ આપી છે.તેમણે કહ્યું કે કોંગ્રેસ ડાબેરી પક્ષો અને ભાજપનો વિરોધ કરતા તમામ પ્રાદેશિક પક્ષોએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષને ટકકર આપવા માટે સંયુકત મોરચો બનાવવા માટે સાથે આવવું પડશે.દરેક વ્યક્તિગત રાજકીય માનસિકતાને બાજુ પર મુકીને ભારતને બચાવવા માટે સાથે આવવું જાેઇએ.
તેમણે કહ્યું કે જાે આપણે ભારતની વિવિધતા,સંધવાદ લોકશાહી બિનસાંપ્રદાયિકતા સમાનતા બંધુત્વ રાજનયા અધિકારો શિક્ષણના અધિકારોને જાળવવા માંગતા હોય તો આપણે બધાએ સાથે આવીને ભાજપ સામે લડાઇ લડવી જાેઇએ.
સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રીય રાજનીતિમાં આપણુ મહત્વ હંમેશા રહ્યું છે ડીએમકે હંમેશા એવો પક્ષ રહ્યો છે જે દેશના મોટા નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવે છે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કોણ બની શકે છે તેમાં આપણી મહત્વની ભૂમિકા છે ડીએમકે હવે સંસદમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે.
સ્ટાલિને કહ્યું કે મને લાગતુ નથી કે રાજયની રાજનીતિ અને રાષ્ટ્રીય રાજનીતિમાં કોઇ ફરક છે રાષ્ટ્રીય રાજકારણએ રાજયની રાજનીતિનું સંયોજન છે તેથી બંન્નેને અલગ કરી શકાય નહીં સ્ટાલિને કહ્યું કે ભાજપનો વિરોધ કરવાનો મતલબ કોઇ રાજકીય પક્ષ માટે વ્યક્તિગત નફરત નથી તમારે એવું ન વિચારવું જાેઇએ અમે ભાજપની નીતિઓની ટીકા કરીએ છીએ વ્યક્તિગત નહીં તેથી અમારી બધી ટીકાઓ સૈધ્ધાંતિક છે.HS