દર્દીઓની નસમાં લગાવાયું હવાથી ભરેલું ઇન્જેક્શન, તડપીને ૪ના મોત
વોશિંગ્ટન, અમેરિકાનો એક સીરિયલ કિલર મેલ નર્સ (બ્રધર્સ)ને ૪ દર્દીઓની હત્યા કરવાની દોષી કરાર આપવામાં આવ્યો છે. આ મેલ નર્સનું નામ વિલિયમ ડેવિસ છે. વિલિયમ ડેવિસે દર્દીઓની ધમનિયોમાં હવાનું ઇન્જેક્શન લગાવીને તેમનો જીવ લઈ લીધો હતો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે શું છે આ સંપૂર્ણ મામલો.
ડેઇલી મેલના રિપોર્ટ મુજબ ૩૭ વર્ષીય વિલિયમ ડેવિસે ટેક્સાસમાં જાણીતી હૉસ્પિટલમાં હાર્ટ સર્જરી કરાવીને રિકવર થઈ રહેલા દર્દીઓને તડપાવીને મારી નાખ્યા. તેણે આ ઘટનાને જૂન ૨૦૧૭ અને જાન્યુઆરી ૨૦૧૮ વચ્ચે અંજામ આપ્યો હતો. આ કેસના વકીલોએ કોર્ટમાં જણાવ્યું કે વિલિયમ ડેવિસે જાણી જાેઇને ધમનિયોમાં હવાની ઇન્જેક્શન લગાવી હતી જેના કારણે તેમના મોત થઈ ગયા. વકીલોએ એ પણ દાવો કર્યો કે ડેવિસને લોકોને મારવાનું પસંદ હતું.
વિલિયમ ડેવિસને વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮ વચ્ચે હૉસ્પિટલમાં એડમિટ જાેન લોફર્ટી, રોનાલ્ડ ક્લાર્ક, ક્રિસ્ટોફર ગ્રીનવે અને જાેસેફ કલિનાની ધમનિયોમાં હવાની ઇન્જેક્શન લગાવવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આ ચારેય દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
વકીલોએ વિલિયમ ડેવિસને એક સિરિયલ કિલરનો દરજ્જાે આપ્યો છે. તેમણે કહ્યું કે તેને હત્યા કરવામાં મજા આવતી હતી. સુનાવણી દરમિયાન ડૉ. વિલિયમ યારબ્રૉઝે કોર્ટને જણાવ્યું કે કઈ રીતે મસ્તિષ્કની ધમની પ્રણાલી હવાની ઇન્જેક્શન બ્રેન ડેમેજ અને મૃત્યુનું કારણ બની શકે છે.
હવાની ઇન્જેક્શનના માધ્યમથી હત્યાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હાલમાં સ્મિથ કાઉન્ટી જિલ્લા કોર્ટે ડેવિસને ૪ લોકોની હત્યાનો દોષી ઠેરાવ્યો છે. આગામી સુનાવણીમાં સજા સંભળાવવામાં આવશે. રિપોર્ટ મુજબ તેને આજીવન કેદ કે પછી મોતની સજા સંભળાવી શકાય છે. વકીલોએ પણ મોતની સજાની માગણી કરી છે. જાેકે ડેવિસના વકીલનું કહેવું છે કે એવો ગુનો કરવા પાછળ તેની પાસે કોઈ કારણ નથી. તેની પાસે ખુશહાલ પરિવાર છે. તેની પત્ની અને બે સંતાન છે. તેની પાસે એમ કરવા માટે કોઈ કારણ નથી.
રિપોર્ટ મુજબ વકીલ ગેટવૂડે કહ્યું કે વિલિયમ ડેવિસનું ઉદ્દેશ્ય માત્ર એક જ હતું તેને લોકોને મારવાનું પસંદ હતું. તેને દર્દીઓને ઇન્જેક્શનમાં હવા ભરીને લગાવવામાં મજા આવતી હતી. તેમણે હૉસ્પિટલના ઝ્રઝ્ર્ફ ફૂટેજનો સંદર્ભ આપતા કહ્યું કે ડેવિસ દર્દીઓને રૂમમાં લઈ જઈને હવાથી ભરેલી ઇન્જેક્શન આપતો હતો અને પછી રૂમના એક ખૂણામાં ઊભા રહીને તેને તડપતા જાેતો હતો. એવું તે એટલે કરતો હતો કેમ કે તેમાં તેને મજા આવે છે.HS