દર્દીઓની લાચારી અને હોસ્પિટલની દાદાગીરી- એમ્બ્યુલન્સ ચાર્જના ૨૦૦૦૦ વસુલ્યા
અમદાવાદ, બોપલની સરસ્વતી હોસ્પિટલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં એમ્બ્લ્યુલસમાં ખસેડવાના ૨૦ હજાર વસુલ્યા અને તે અંગેની રસીદ પણ આપી. તેવો આક્ષેપ દર્દીઓના સગાઓએ કર્યો હતો.
અમદાવાદના ત્રણ વિસ્તારના કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણેય દર્દીઓને બોપલની સરસ્વતી હોસ્પિટલે વહેલી સવારે સિવિલમાં મોકલવા માટેની એમ્બ્યુલન્સના ૨૦ હજાર વસુલાત કરી અને તે અંગેની રસીદ પણ આપી હતી. આ ત્રણેય દર્દીઓ નારણપુરા, નિકોલ, અને ખોખરામાં રહેતા હતાં. તેઓ ૨૪ કલાક રઝળપાટ બાદ તેમનામાંથી ખોખરાની સંતોષ જાદવને ગાંધીનગર સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે એકને હોબાળો થતાં એસવીપીએ ફરી દાખલ કર્યા જ્યારે એકને હોમ આઈસોલેશનમાં રખાયા હતા.