દર્દીઓ માટે ૬૦ હજાર લીટરની ટેન્કો ઊભી કરાઈ
અમદાવાદ: કોરોના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટવાના અહેવાલ વારંવાર મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે મેડિસીટી કેમ્પસમાં આવેલી ત્રણ હોસ્પિટલમાં ૨૦-૨૦ હજારની ત્રણ ટેન્ક ઊભી કરવામાં આવી છે. આમ ૬૦ હજાર લિટરની ક્ષમતા ધરાવતી આ ટેન્કો દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. છેલ્લા ૧૫ દિવસમાં ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.
બીજી તરફ ઓક્સિજન લેતી વખતે ભેજવાળું રહે તે માટે ડિસ્ટિલ વોટર (પાણી)નો ઉપયોગ કરવામાં આવે છે. મશીનમાં પાણીના પરપોટા દેખાવાનું બંધ થયા પછી પણ ઓક્સિજનનો પ્રવાહ સતત વહેતો રહે છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કોવિડના દર્દીઓને ક્યારેય ઓક્સિજનની તંગી નોંધાઈ નથી. દરેક કોરોના સંક્રમિત દર્દીના બેડ સુધી જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર સજ્જ છે. ઓક્સિજનની પૂરતી સુવિધાના કારણે ગંભીર દર્દીઓની સઘન સારવાર કરીને તેમને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ મળી રહી છે.
સ્ટોરેજ કેપેસિટી વધવાથી વધુ સમય માટે ઓક્સિજનનો સંગ્રહ કરી શકાય છે. હાલ તમામ ટેન્કોને દિવસમાં સરેરાશ ૨-૩ વખત રીફિલ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઈન સેન્ટ્રલ કરી હોવાથી ક્યારેય ઓક્સિજન ખૂટવાની સમસ્યા થતી નથી. ઓક્સિજન ટેન્કમાં ઓડિયો-વિડીયો અલાર્મ સેટ કરવામાં આવેલા છે.
જે નિર્ધારિત કરેલા સ્તરે ઓક્સિજન પહોંચે ત્યારે સપ્લાય કરતી કંપનીઓને વોટ્સએપ મેસેજ પહોંચી જાય છે. જેથી કંપની ઝડપથી જે-તે સ્થળે પહોંચીને ટેન્ક પુનઃ ભરી દે છે. વોર્ડમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની સ્થિતિને આધારે તેમની ઓક્સિજનની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. ઓક્સિજન સપ્લાય કરતા મશીનની સાથે હ્યુમીડીફાયર જાેડાયેલું હોય છે. જેમાં ઓક્સિજન જ્યારે ફેફસાં સુધી પહોંચે છે